સોનૂ સૂદે દિલ્હીમાં ભાજપના સંગઠન મહામંત્રીને મળતાં ચર્ચામાં!!?
જાણકારોના સંદર્ભે આ માહિતી સામે આવી છે કે, સોનૂ સૂદે દિલ્હીમાં બી.એલ. સંતોષના આવાસ પર તેમની સાથે મુલાકાત કરી છે. સોનૂ સૂદની બહેન માલવિકા સૂદ આ વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સામેલ થયા હતા.
તેમણે કોંગ્રેસની ટિકિટ પર મોગા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
કોરોના કાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા ફિલ્મ એક્ટર સોનૂ સૂદે ગયા વર્ષે અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. ત્યારબાદ ચર્ચા હતી કે સોનૂ સૂદ આમ આદમી પાર્ટીમાંઆ સામેલ થઈ શકે છે. જાકે એમ ન થયું. તેની વિરુદ્ધ સોનૂ સૂદના બહેન પંજાબ ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા.
આ દરમિયાન સોનૂ સૂદે પણ તાત્કાલિન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજાત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. સોનૂ સૂદ સાથે મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે બાળકો માટે દેશના મેન્ટર કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સોનૂ સુદ અમારા બ્રાન્ડ એમ્બેસેડર હશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોનૂ સૂદના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, એ આખા દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.
આજે એટલી બધી સરકારો ન કરી શકી એ સોનૂ સૂદ કરી રહ્યો છે. જે પણ સોનૂ સુદ પાસે મદદ માગે છે, એ તેની મદદ કરે છે. ગરીબ બેકગ્રાઉન્ડથી આવનારા બાળકો ઘણું બધુ કરવા માગે છે, પરંતુ તેમને ગાઈડ કરનારું કોઈ નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર સોનૂ સૂદ કલર્સ ટી.વી. પર પોતાનો શા લઈને આવી રહ્યો છે. સોનૂ સૂદના આ શાનું નામ કુબેરંસ હાઉસ છે. આ શા દ્વારા સોનૂ સુદ પોતાના ફેન્સના સપનાઓને પૂરા કરશે.
સોનૂ સૂદે પોતાના આ નવા ટી.વી. શાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. જેમાં બ્લૂ કોર્ટમાં નજરે પડી રહ્યો છે. તેની સાથે જ સોનૂ સૂદે બ્લેક ચશ્મા પહેર્યા છે. આ પોસ્ટરને શેર કરતા સોનૂ સૂદે લખ્યું કે, તમે સપના જુઓ અને હું તેને પૂરું કરીશ. કુબેરંસ હાઉસ જલદી જ કલર્સ પર આવી રહ્યો છે.