સોનુ સૂદે 1 કરોડથી વધારે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને નાણાંકીય રીતે આત્મનિર્ભર બનાવવા માટે સ્પાઇસ મની સાથે જોડાણ કર્યું
મુંબઈ, ભારતની અગ્રણી રુરલ ફિનટેક કંપની સ્પાઇસ મનીએ જાહેરાત કરી હતી કે, કંપનીએ અભિનેતા, સેવાભાવી અને દાનવીર સોનુ સૂદ સાથે જોડાણ કર્યું, જેનો ઉદ્દેશ 1 કરોડ ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને ડિજિટલ અને નાણાકીય રીતે સક્ષમ બનાવવાના સહિયારા લક્ષ્યાંકને પાર પાડવાનો છે. (Sonu Sood partners with India’s leading rural fintech Spice Money)
જ્યારે કોવિડ-19 રોગચાળાની શરૂઆત થયા પછી અત્યાર સુધી સોનુ સૂદ દેશના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યાં છે, ત્યારે સ્પાઇસ મનીનો ઉદ્દેશ ડિજિટલ અને નાણાકીય સર્વસમાવેશકતા હાંસલ કરીને દેશના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.
ગ્રામીણ ભારતને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને પ્રગતિના પંથે દોરી જવાના સહિયારા વિઝનને ધ્યાનમાં રાખીને સોનુ સૂદ અને સ્પાઇસ મની નગરો અને ગામડાઓમાં ઉદ્યોગસાહસિકતાની માનસિકતા ઊભી કરવા સંયુક્તપણે કામ કરશે. આ જોડાણના ભાગરૂપે સોનુ સૂદ કંપનીમાં ઇક્વિટી હિસ્સો ધરાવશે અને એમની નિમણૂક નોન-એક્ઝિક્યુટિવ એડવાઇઝરી બોર્ડ મેમ્બર તરીકે થઈ છે.
સ્પાઇસ મની ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચે રહેલી અસમાનતા દૂર કરે એવી નવી પહેલો અને ઉત્પાદનોની ડિઝાઇન બનાવવા સોનુ સૂદ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે. લોકડાઉન દરમિયાન સોનુ સૂદે વિકસાવેલા વિવિધ કાર્યક્રમોમાંથી સ્પાઇસ મની પસંદ કરશે અને એને સ્પાઇસ મનીના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરશે.
જ્યારે નોન એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર તરીકે સોનુ ઉદ્યોગસાહસિકતાનું નેટવર્ક ઊભું કરવામાં પ્રદાન આપશે, ત્યારે ગ્રામીણ ભારતમાં નાણાકીય સર્વસમાવેશકતા અને ડિજિટલ ઉત્થાનને પ્રોત્સાહન આપશે. સોનુ સૂદ ડિજિટલ પ્રોડક્ટ ઓફર વિકસાવવા સ્પાઇસ મની અધિકારીઓ (ઉદ્યોગસાહસિકો) સાથે કામ કરશે, જેથી ટેકનોલોજીની સ્વીકાર્યતા દ્વારા તેમની ડિજિટલ સફરને વેગ મળશે. વળી સોનુ સૂદ સ્પાઇસ મનીના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ જોવા મળશે.
સ્પાઇસ મનીના સ્થાપક દિલીપ મોદીએ કહ્યું હતું કે, “સ્પાઇસ મનીનું મિશન 1 કરોડથી વધારે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને ડિજિટલ અને નાણાકીય રીતે સક્ષણ બનાવવાનો છે. અમને અમારા જેવું પેશન ધરાવતા સોનુ સૂદ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. અમે ભારતીયોને તેમનું ઘર અને પરિવારોને છોડ્યાં વિના સ્વતંત્રપણે આજીવિકા કમાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા સંયુક્તપણે કામ કરીશું. આ વ્યૂહાત્મક જોડાણ ‘ભારત’ના દરેક ખૂણામાં આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવા સ્પાઇસ મની પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ સોલ્યુશનોનો ઉપયોગ કરશે અને જાણકારી ઊભી કરશે.”
આ પ્રસંગે સોનુ સૂદે કહ્યું હતું કે, “હું દ્રઢપણે કહું છું કે, સંયુક્તપણે અમે આત્મનિર્ભર ભારત માટેના ભવિષ્યને આકાર આપીશું. આપણે દરેક ઘરને ડિજિટલ રીતે સક્ષમ બનાવવાના છે. છેલ્લાં થોડાં મહિનાઓના મારા અનુભવ દ્વારા મને ભારતનાં નગરો અને ગામડાઓમાં રહેતા લોકોની જરૂરિયાતો અને સંઘર્ષો પર આંખો ખોલી નાંખે એવું પાસું જાણવા મળ્યું છે.
મારું વિઝન મારા દેશવાસીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાજિક-આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાનું છે. સ્પાઇસ મની સાથે મારું જોડાણ અમને સંયુક્તપણે એ કામ કરવામાં મદદરૂપ થશે. કંપનીની ટેકનોલોજીમાં કુશળતા અને દેશમાં બહોળી પહોંચથી મને ગ્રામીણ ભારતના નાગરિકો સુધી પહોંચવા વિશિષ્ટ પ્લેટફોર્મ મળ્યું છે.”
સ્પાઇસ મનીએ વર્ષ 2015માં એની કામગીરી શરૂ કરી હતી. પછી અત્યાર સુધી કંપનીએ નાણાકીય સર્વસમાવેશકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં અર્ધશહેરી અને ગ્રામીણ ભારતમાં એના 90 ટકા ડિજિટલ અધિકારીઓ (ઉદ્યોગસાહસિકો) છે. કંપની ગ્રાહકોને તેમના ઘરઆંગણે ડિજિટલ અને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે.
વળી કંપની બેંકિંગની સુવિધાથી વંચિત અને ઓછી સુવિધા ધરાવતા લોકોને પણ ડિજિટલ રીતે સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. સ્પાઇસ મની ભારતમાં 18,000થી વધારે પિનકોડ, 700થી વધારે જિલ્લાઓ અને 5000થી વધારે તાલુકાઓને આવરી લઈને ઝડપથી પ્રગતિ કરી રહી છે.