સોની સબ દ્વારા આઈકોનિક પ્રેમકથા ‘ધ્રુવ તારા- સમય સદી સે પરે’ લોન્ચ કરાઈ
આ અજોડ રોમેન્ટિક ડ્રામા 20મી ફેબ્રુઆરીથી આરંભ કરતાં સમયની સીમાઓની પાર જશે, જે પછી દરેક સોમવારથી શનિવારે રાત્રે 8 વાગ્યાથી ~
અમદાવાદ, હૃદયસ્પર્શી પારિવારિક શો સાથે દર્શકોનું મનોરંજન કરતાં સોની સબ અજોડ રોમાન્સ ડ્રામા ધ્રુવ તારા- સમય સદી સે પરે લોન્ચ કરવા માટે સુસજ્જ છે.
આ પ્રેમકથા ધ્રુવ અને તારાનો પ્રવાસ છે, જેઓ સાવ અલગ પરિપ્રેક્ષ્યોમાં જીવે છે, પરંતુ બે અલગ અલગ યુગના પણ છે, જેમની વચ્ચે 400 વર્ષનું અંતર છે. Sony SAB launches an iconic love story ‘Dhruv Tara- Samay Sadi Se Pare’
ધ્રુવ તારા- સમય સદી સે પરે સદીઓમાં અસલ પ્રેમની ખૂબી મઢી લેવા રોમાન્સની દુનિયાની દર્શકોને સેર કરાવવા સુસજ્જ છે, જેમાં તારા 17મી સદીમાંથી વર્તમાન વિશ્વમાં અવતરે છે. 20મી ફેબ્રુઆરી, 2023થી પ્રસારિત થનાર આ શો દર્શકો તે પછી સોમવારથી શનિવારે રાત્રે 8.00 વાગ્યાથી જોઈ શકશે, ફક્ત સોની સબ પર.
ધ્રુવ તારામાં ધ્રુવ વર્તમાન દિવસનો ન્યુરોસર્જન છે અને તારા 178મી સદીની રાજકુમારી છે. તેનું શાસન તેના ભાઈની સ્વાસ્થ્ય કલ્યાણ પર આધાર રાખે છે, જે ગંભીર બીમારીમાં પટકાયો છે. તારા તેનો રોગ દૂર કરવા માટે વર્તમાન સમયમાં પ્રવાસ કરીને આવે છે અને ધ્રુવ સાથે તેની મુલાકાત થાય છે.
કલાકારોમાં તારા તરીકે રિયા શર્મા, ધ્રુવ તરીકે ઈશાન ધવન, રાની કનુપ્રિયા તરીકે નારાયણી શાસ્ત્રી (રિયાની માતા), રાજકુમાર મહાવીર તરીકે કૃષ્ણ ભારદ્વાજ (રિયાનો ભાઈ) સાથે આ શો ભારતીય ટેલિવિઝન પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તે અજોડ પ્રેમકથા લાવે છે.
કોણે શું કહ્યું-
નીરજ વ્યાસ, બિઝનેસ હેડ, સોની સબ
“સોની સબમાં અમે અમારા દર્શકો સાથે સુમેળ સાધે તેવી વાર્તાઓ કહેવા પર જ એકમાત્ર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમે લોકો અમારો શો જુએ અને આ વાર્તાઓ સાથે ભાવનાત્મક જોડાણ સાધે એવું પણ ચાહીએ છીએ. તેઓ અમારાં પાત્રોમાં જોઈને તેમને માટે મહેસૂસ કરે એવું પણ ચાહીએ છીએ.
ધ્રુવ તારા આજ સુધી ભારતીય ટેલિવિઝન પર જોયું નહીં હોય તેવી વાર્તા છે. ઘણી બધી પ્રેમકથાઓ છે, પરંતુ પ્રકારમાં સંપૂર્ણ નવું પરિપ્રેક્ષ્ય લાવતા સમયને એકંદરે અલગ પરિમાણમાં કોઈ પ્રેમકથા ડોકિયું કરાવતી નથી. આવી વાર્તાઓ થકી અમારી ઓળખ થાય એવું અમે ચાહીએ છીએ.”
નિર્માતા જોડી શશી અને સુમીત મિત્તલ, શશી સુમીત પ્રોડકશન્સ
“ટેલિવિઝન વાર્તા કહેવા માટે ઉત્તમ માધ્યમ છે, કારણ કે તે સુંદર પાત્રો નિર્માણ અને સ્થાપિત કરવા તમને સમય અને અવકાશ આપે છે. જોકે દરેક ટેલિવિઝન ચેનલ સમયમાં પ્રવાસ કરતો રોમાન્સ ડ્રામા જેવા અજોડ વિષયો છેડવાની દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ ધરાવતી નથી.
અમને આપણે જાણીએ તેમ સમયની સીમાઓની પાર જતી આ રોમાંચક નવી પ્રેમકથા લાવવા માટે સોની સબ સાથે ભાગીદારી કરવા માટે બેહદ ખુશ છીએ. ધ્રુવ તારા આધુનિક યુગમાં સ્થાપિત પ્રાચીન રોમેન્ટિક કવિતાનો આત્મા ધરાવે છે. અમે વાર્તા માટે રસપ્રદ સેટઅપ નિર્માણ કરવા સાથે લોકો આગામી લાંબા સમય સુધી યાદ રાખે તેવાં પાત્રો ઘડવા માટે વિશેષ કાળજી લીધી છે.”
અભિનેતા ઈશાન ધવન ‘ધ્રુવ’ તરીકે
“ધ્રુવની ભૂમિકા મારે માટે અતુલનીય પ્રવાસ છે. મારું પાત્ર એવા યુવાનનું છે જે હજુ પ્રેમમાં પડ્યો નથી, પરંતુ તારા સાથે વાત કર્યા પછી પ્રેમને એક તક આપવી જોઈએ એવું તે શીખે છે.
આ ભૂમિકાએ ખરેખર મારા મનને સ્પર્શ કર્યો છે અને મને ખાતરી છે કે દર્શકો તે જોઈને પાત્ર સાથે તુરંત કનેક્ટ થશે. આવી અલગ સંકલ્પના સાથે આવો સુંદર શો, જે અન્યોથી ખરેખર અલગ તરી આવે તે નિર્માણ કરવા માટે સોની સબનો હું ખૂબ ખૂબ આભારી છું. ”
અભિનેત્રી રિયા શર્મા ‘તારા’ તરીકે
“તારાની ભૂમિકા ભજવવાથી 17મી સદીમાં જીવન શું આપતું હતું તે સુંદરતા સમજવામાં મને મદદ થઈ છે. આ પ્રેમકથા પોતાની અંદર એટલી શુદ્ધ, એટલી નિર્દોષ છે કે દર્શકો પણ ધ્રુવ અને તારાના પ્રેમમાં પડીને રહેશે તેવી મને ખાતરી છે. આ શો વિશે કાંઈક એકદમ ચમત્કારી છે અને મને ખાતરી છે કે દર્શકો શો જોયા પછી તેમની પર પણ જાદુ છવાઈ જતો મહેસૂસ કરશે. ”
શું નિસર્ગના બળથી અલગ થયેલું અશક્ય યુગલ એકત્ર આવવાની રીત શોધી શકે? સોની સબ પર ધ્રુવ તારા આ ફેબ્રુઆરીથી પ્રેમની મોસમમાં પ્રવેશ કરવા સુસજ્જ છે ત્યારે આ વિચાર દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખશે. વધુ જાણવા માટે જોતા રહો સોની સબ, 20મી ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યાથી, જે પછી દરેક સોમવારથી શનિવાર.