SoU નજીક સરકારી ભવનો ઉભા કરવા મુદ્દે મહિલા કોંગ્રેસીઓનું કલેકટરને આવેદન

ભરૂચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસી સમાજ ની જમીનો ઉપર વિવિધ સરકારી ભવન ઉભા કરવા મુદ્દે આંદોલન કરી રહેલા આદિવાસી મહિલાઓ પણ અત્યાચાર ની ઘટનાઓને મહિલા કોંગ્રેસ સમિતિએ વખોડી નાખી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા ઘણા સમય થી સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્તોને સરકારી તંત્ર દ્વારા ઘણા પ્રકારની આવડત અને અત્યાચાર કરવામાં આવી રહ્યા હોવાના મહિલા કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યા છે.તાજેતરમાં પણ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આદિવાસી ભાઈ-બહેનો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હોવાના પગલે ભરૂચ જીલ્લા કોંગ્રેસ આદિવાસી મહિલા મોરચા દ્વારા આદિવાસી મહિલા ઉપર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓ ને વખોડી નાખી ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે દોડી યાદ આવેદનપત્ર પાઠવ્યું હતું અને આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવાનું બંધ કરે તેવા સૂત્રો સાથે સરકાર ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.આવનાર સમયમાં આદિવાસીઓ ઉપર અત્યાચાર રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.