યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાને સા.આફ્રિકા અને ચીને આપ્યો સાથ

In this photo released by the Russian Foreign Ministry Press Service, Russia's Foreign Minister Sergey Lavrov, left, and his South Africa's counterpart Naledi Pandor, speak, during their meeting in Pretoria, South Africa, Monday, Jan. 23, 2023. (Russian Foreign Ministry Press Service via AP)
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન યુદ્ધને ટૂંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ગયા વર્ષે ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધ બાદ આખું વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું જાેવા મળ્યું હતું.આ યુદ્ધના કારણે અમેરિકા સહિત યુરોપિયન દેશોએ રશિયાને એક રીતે અલગ કરી દીધું હતું. પરંતુ હવે આ યુદ્ધની વર્ષગાંઠ પહેલા ચીન સિવાય રશિયાને પણ દક્ષિણ આફ્રિકાનું સમર્થન મળવા જઈ રહ્યું છે.
દક્ષિણ આફ્રિકા અને ચીન હિંદ મહાસાગરમાં રશિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ સૈન્ય અભ્યાસ ૧૭ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સંયુક્ત કવાયતનો હેતુ એશિયન દેશો સાથે દક્ષિણ આફ્રિકાના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય સંરક્ષણ દળનું કહેવું છે કે તેમની સેના વતી ૩૫૦ સભ્યો આ કવાયતમાં ભાગ લેશે.
દક્ષિણ આફ્રિકા, ચીન અને રશિયાની નૌકાદળ દ્વારા આ સંયુક્ત સૈન્ય અભ્યાસને ‘ઓપરેશન મોસી’ નામ આપવામાં આવ્યું છે. આ કવાયત હિંદ મહાસાગરમાં ડરબન અને રિચર્ડ્સ ખાડી નજીક દક્ષિણ આફ્રિકાના પૂર્વ કિનારે થશે. યુક્રેન પર હુમલા બાદ વિશ્વના મોટાભાગના દેશોએ ખુલ્લેઆમ રશિયાનો વિરોધ કર્યો હતો અને યુક્રેનને સમર્થન આપ્યું હતું.
પરંતુ ચીન અને ભારત સિવાય દક્ષિણ આફ્રિકા એવો દેશ હતો જેણે આ યુદ્ધ માટે રશિયાની નિંદા કરતા ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યો હતો. હકીકતમાં, ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેમાં યુક્રેન પરના હુમલાની નિંદા કરવામાં આવી હતી. પરંતુ દક્ષિણ આફ્રિકાએ આ પ્રસ્તાવ પર મતદાન કરવાથી દૂર રહી હતી.
દક્ષિણ આફ્રિકન સરકારે આ યુદ્ધ માટે રશિયાની નિંદા કરવાથી પોતાને દૂર રાખી હતી અને કહ્યું કે તે યુક્રેન પર તટસ્થ સ્થિતિ ધરાવે છે અને તે પ્રતિબંધના સિદ્ધાંતને બદલે સંવાદને સમર્થન આપે છે.
આ સંયુક્ત સૈન્ય અભ્યાસની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતા. આ મુલાકાત દરમિયાન, તેમણે દક્ષિણ આફ્રિકાના વિદેશ પ્રધાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.
સાઉથ આફ્રિકાના વિદેશમંત્રી રશિયા અને ચીન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ યોજવાના દક્ષિણ આફ્રિકાના ર્નિણયનો બચાવ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વિશ્વના તમામ દેશો તેમના મિત્ર દેશો સાથે સૈન્ય અભ્યાસ કરે છે. તેથી કોઈપણ દેશ પર કોઈ અન્ય દેશ સાથે કવાયત ન કરવાની કોઈ જબરદસ્તી હોવી જાેઈએ નહીં.
આફ્રિકન દેશોએ અન્ય દેશોના બેવડા ધોરણોથી બચવું જાેઈએ. તે દેશો કંઈ પણ કરી શકે છે. પરંતુ જ્યારે અન્ય દેશો આ કરે છે ત્યારે તેમને સમસ્યા થાય છે કારણ કે તેઓ વિકાસશીલ દેશો છે. દક્ષિણ આફ્રિકામાં અમેરિકી દૂતાવાસના પ્રવક્તા ડેવિડ ફેલ્ડમેને કહ્યું કે અમે ફેબ્રુઆરીમાં રશિયા અને ચીન સાથે દક્ષિણ આફ્રિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને લઈને ચિંતિત છીએ કારણ કે રશિયા હજુ પણ યુક્રેન વિરુદ્ધ ક્રૂર અને અનૈતિક યુદ્ધ ચલાવી રહ્યું છે.SS1MS