Western Times News

Gujarati News

દક્ષિણ-મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા

બિલીમોરા

(પ્રતિનિધિ)અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સુરત, ભરૂચ, વડોદરા, બોરસદમાં મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી હતી બોરસદમાં માત્ર ૬ કલાકમાં જ ૧૪ ઈંચ વરસાદ થતાં સમગ્ર શહેર જળબંબાકારમાં આવી ગયો હતો. આવી જ પરિસ્થિત વડોદરા અને ભરૂચમાં પણ જોવા મળી હતી.

હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ૫ દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમી ધારે બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડોદરામાં ૧૦ કલાકમાં ૮ ઇંચ વરસાદ વરસતાં શહેરના રોડ-રસ્તાઓ પર દરિયા જેવો માહોલ સર્જાયો છે.

કેટલીક જગ્યા છાતી સમા પાણી ભરાયા હતા. તો કેટલીક જગ્યા વૃક્ષ પણ ધરાશાયી થયા ગયા હતા. ત્યારે ધીરે ધીરે સ્થિતિ ગંભીર બનતા શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઈમરજન્સી કંટ્રોલ નંબર પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

વડોદરામાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને હાલમાં એસડીઆરઅએફની બે ટીમ સ્ટેન્ડ બાય છે. દ્ગડ્ઢઇહ્લની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ ગોરવામાં પાણીમાં સ્કૂલના બાળકોની રીક્ષા ફસાઈ હોવાની જાણ થતા તરત ઘટના સ્થળ પર જઈ કોર્પોરેટર રાજેશ આયરે બાળકોનું રેસ્ક્યુ કર્યુંઘરે પહોંચાડ્‌યા હતા.વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી હાલ બે કાંઠે વહી રહી છે, વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી ૨૬ ફૂટ છે, જો કે હાલ વિશ્વામિત્રી નદીની સપાટી ૧૯.૫૮ ફૂટ છે, એટલે કે ભયજનક સપાટીથી હજી નીચે છે

કલેકટર બીજલ શાહે જણાવ્યું કે, જિલ્લામાં ભારે વરસાદને પગલે વહિવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટર સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે.

કલેકટરએ ભારે વરસાદના કારણે રસ્તાઓ, માર્ગો પરના વૃક્ષો પડી ગયેલ હોય તો તાત્કાલિક રસ્તા પરથી દુર કરવાની કાર્યવાહી કરવા, જે રસ્તાઓ પર પાણી ભરાયુ હોય તો પાણીનો નિકાલ કરવા સહિત કોઈ પણ જાનહાનિ કે નુકસાની હોય તો તુરંત જ જિલ્લા ઇમેજન્સી સેન્ટરમાં જાણ કરવા જણાવ્યું છે. નદી કે કાંસ ઉપર પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે.

બોરસદમાં ૪ કલાકમાં ૧૩ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. અગાઉ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ત્યારબાદ કચ્છના ભુજ, નખત્રાણા અબડાસા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.

હવામાન વિભાગે આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી હતી. ત્યારે આણંદના બોરસદમાં સાત દિવસના વિરામ બાદ અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તાર પાણી-પાણી થઈ ગયા હતા. જેમાં જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી, વહેરા કાવીઠા સોસાયટી, મહારાજ વિસ્તાર, અક્ષર નગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ભારે વરસાદને પગલે બોરસદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના કારણે અનેક લોકો ફસાયા હતા. આ લોકોને એસડીઅઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોરસદ અને આંકલાવ તાલુકામાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી આણંદ ક્લેકટર દ્વારા વિવિધ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે.

ગતરોજ મધ્યરાત્રિથી ભરૂચમાં શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર અને તાલુકાનાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે.શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર પણ અસર વર્તાઈ છે.તો મુખ્યમાર્ગો ઉપર પાણી ફરી વળતા માર્ગો બેટ માં ફેરવાયા હતા.તો સાવચેતીના ભાગરૂપે જીલ્લામાં વિવિધ માર્ગો અને અંડરપાસ સુરક્ષાને ધ્યાનમાં લઈ વાહન વહર માટે બંધ કરવામાં આવ્યા હતા.

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વરસાદી સીસ્ટમ સક્રિય થતા સમગ્ર દક્ષિણમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જીલ્લામાં ગતરોજ મધ્યરાત્રિ થી શરૂ થયેલા ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી જ પાણી કરી દીધા છે.ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તાર દાંડિયા બજાર, ફુરજા,ચાર રસ્તા, ફાટા તળાવ, નાના ડભોઈયા વાડ,ગાંધી બજાર,વેજલપુર સહિત પાંચબત્તી,સેવાશ્રમ રોડ,લીંકરોડ,કસક, સિવિલ હોસ્પિટલ રોડ તેમજ વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

તો બીજી તરફ નગરપાલીકાના પટાંગણમાં પણ કમરસમા પાણી ભરાતા પાલિકાના વાહનો પણ ગરકાવ થયા હતા.શહેરના વિવિધ માર્ગો બેટ માં ફેરવાતા વાહન વ્યવહારને માઠી અસર જોવા મળી હતી તો કેટલાક વાહનો વરસાદી પાણીના કારણે ખોટકાયા પણ હતા.કલેકટર કચેરીથી સિવિલ હોસ્પિટલ ને જોડતા અંડર પાસમાં પાણી ભરાતા તંત્ર દ્વારા તેને બંધ કરવામાં આવ્યો હતો.

સુરત શહેરમાં રવિવારથી શરૂ થયેલો દેમાર વરસાદે સુરતીઓનું જનજીવન ખોરવી નાખ્યું છે. શહેરના ખાડી કિનારાના વિસ્તાર સાથે સાથે પાલિકામાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. પાલિકાના નવા વિસ્તાર કઠોદરા, પોસાદરામાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વરસાદી પાણીથી ઘેરાયેલી સોસાયટીમાં મેયર-સ્થાયી સમિતિ અધ્યક્ષની મુલાકાત લીધી હતી અને ફસાયેલા લોકો માટે ટ્રેકટર અને બોટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન ભરાયેલ પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ ૬૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.