રશ્મિકા મંદાનાને ગૂગલે જાહેર કરી નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા
મુંબઈ: રશ્મિકા મંદાનાનું નામ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું જાણીતું નામ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર-નવાર તે પોતાના ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોવર્સ પણ લાખોમાં છે. તેની ફેશન સેન્સ પણ ઘણી સારી છે અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા લોકોએ તેની ફેશન સેન્સને પસંદ કરી છે. તાજેતરમાં ગૂગલ સર્ચ એન્જિને રશ્મિકા મંદાનાને એક મોટી સરપ્રાઈઝ આપી. ગૂગલે રશ્મિકાને ‘નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા’નું બિરુદ આપ્યું છે.
રશ્મિકા હવે નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા બની ગઈ છે. રશ્મિકાના ચાહકો આ સમાચાર જાણી ઘણા ખુશ થશે તેમાં કોઈ બેમત નથી. ટ્વીટર પણ રશ્મિકા મંદાના ટ્રેન્ડમાં છે. રશ્મિકાનો જન્મ ૫ એપ્રિલ, ૧૯૯૬માં કર્ણાટકના વિરાજપોતમાં મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેના પરિવારમાં કુલ ૪ સભ્યો છે.
તેના પિતાનું નામ મદન મંદાના અને માતાનું નામ સુમન મંદાના છે. એક બહેન છે જેનું નામ શિમન મંદાના છે. તે કોડાગુની કૂર્ગ પબ્લિક સ્કૂલમાં ભણી છે અને પ્રી-યુનિવર્સિટી કોર્સ માટે મૈસૂર ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ આર્ટમાં એડમિશિન લીધું હતું.બાદમાં તેણે સાયકોલોજી, જર્નાલિઝમ અને ઈંગ્લિશ લિટ્રેચરમાં ‘રમૈયા કોલજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ’ કોલેજમાંથી ડિગ્રી મેળવી.
તેણે મોટાભાગે તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં જ કામ કર્યું છે. મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોમાં તેને કર્ણાટક ક્રશ તરીકે પણ જાણીતી છે, ત્યારે હવે ગૂગલે તેને નેશનલ ક્રશ તરીકે સન્માનિત કરી છે. રશ્મિકા એવી અભિનેત્રીઓમાંની એક છે જેની ફિલ્મો ટૂંકાગાળામાં ૧ કરોડની કમાણી કરી નાંખે છે. તે તેલુગુ અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંથી એક છે. રશ્મિકાએ તેના જમણા હાથમાં એક ટેટૂ બનાવડાવ્યું છે.
આ ટેટૂનો કંઈક આવો અર્થ થાય છે ‘જે બદલાય નહીં તે.’ કદાચ તે આ ટેટૂ દ્વારા એવું કહેવા માંગે છે કે, આ ઝડપથી બદલાતી દુનિયામાં તે અત્યારે જેવી છે તેવી જ રહેવા માગે છે. તેણે ૨૦૧૨માં મોડલિંગ શરૂ કર્યું હતું અને એ જ વર્ષે તેણે ‘ક્લીન એન્ડ ક્લિયર’ ફ્રેશ ફેસ ઓફ ઈન્ડિયાનો એવોર્ડ જીત્યો અને તેને ક્લીન એન્ડ ક્લિયરની બ્રાન્ડ એમ્બેસડર બનાવાઈ. પછી તેણે ૨૦૧૩માં ટોપ મોડલ હંડમાં ટીવીસીનો એવોર્ડ મળ્યો. આ સ્પર્ધામાં લેવાયેલી તેની તસવીરોએ કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’ના નિર્માતાઓને પ્રભાવિત કરી દીધા.