Western Times News

Gujarati News

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ‘યૂન’ની ધરપકડ કરવામાં આવી

તપાસ એજન્સી સીઆઈઓ અને પોલીસ,કોર્ટમાંથી જારી થયેલા ધરપકડ વોરંટને લઇ રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન પહોંચ્યા હતા

સિઓલ,  દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂનની ધરપકડ કરવામાં આવી હતી. મહાભિયોગનો સામનો કરતા યૂન સુકની ધરપકડ કરવા અધિકારીઓ પહોંચ્યા ત્યારે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. અધિકારીઓ જ્યારે રાષ્ટ્રપતિ નિવાસ પહોંચ્યા ત્યારે સુરક્ષાદળોએ વાહનો આડા બેરિકેડ મુકીને તેમને અંદર પ્રવેશવા દીધા નહોતા. આ દરમિયાન સત્તારૂઢ પાર્ટી અને યૂનની કાનૂની ટીમના કેટલાક સભ્યો તપાસમાં અડચણ ઉભી કરતા હતા. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. South Korean President Yoon has officially been arrested over his declaration of martial law.

આખરે હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ દક્ષિણ કોરિયાના અધિકારીઓ દ્વારા યૂન સુતની ધરપકડ થઈ હતી.તપાસ એજન્સી સીઆઈઓ અને પોલીસ,કોર્ટમાંથી જારી થયેલા ધરપકડ વોરંટને લઇ રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન પહોંચ્યા હતા. પરંતુ રાષ્ટ્રપતિના સુરક્ષા સેવાએ વાહનોને અંદર જતા અટકાવ્યા હતા.

ઉપરાંત સત્તારૂઢ પીપલ્સ પાવર પાર્ટીના સાંસદ તથા યૂનની કાનૂની ટીમના સાંસદોના એક ગ્›પે નિવાસના પ્રવેશ દ્વારા પર તપાસકર્તાઓનો વિરોધ કર્યાે હતો.આ દરમિયાન રાષ્ટ્રપતિ નિવાસ બહાર ભીડ એકત્ર થઈ ગઈ હતી. પોલીસ મુજબ મહાભિયોગ દરમિયાન રાષ્ટ્રપતિના આશરે ૬૫૦૦ સમર્થક હાજર હતા. રાષ્ટ્રપતિ નિવાસમાં દાખલ થવા પોલીસે આશરે ૩૦૦૦ અધિકારીઓ તૈનાત કર્યા હતા. સિયોલ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે પહેલા યૂ માટે વોરંટ જાહેર કર્યું હતું.

તેમને ૩ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ માર્શલ લો લગાવવા તેમના અસફળ પ્રયાસ અંગે પૂછપરછ માટે હાજર થવા ત્રણ સમન્સની અવગણના કરી હતી.ડિસેમ્બર ૨૦૨૪માં દેશમાં માર્શલ લા લગાવવાના તેના પ્રયાસને લઈ નેશનલ એસેમ્બલી દ્વારા યૂ પર મહાભિયોગ લગાવવામાં આવ્યો હતો.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવવા માટે સંસદના સભ્યોએ મતદાન પણ કર્યું હતું.ત્રણ સભ્યોએ મતદાનથી અંતર જાળવ્યું હતું. જ્યારે આઠ મતને ગેરકાયદે ગણાવવામાં આવ્યા હતા. મતદાન એક ગુપ્ત મતદાન માધ્યમથી કરવામાં આવ્યું હતું.

જેમાં મહાભિયોગ માટે જરૂરી બે તૃતીયાંશ મત પડ્યા હતા. વિધાનસભામાં મહાભિયોગ પ્રસ્તાવ પર તમામ ૩૦૦ સભ્યોએ મતદાન કર્યું હતું. મતદાનના પરિણામો બાદ યૂંને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.