સાઉથ સ્ટાર કિચ્ચા સુદીપ કર્ણાટક ચૂંટણીમાં BJP માટે પ્રચાર કરશે
બેંગ્લુરૂ, કર્ણાટક વિધાનસભાની ૧૦મેએ યોજાનાર ચૂંટણીમાં જીત માટે ભાજપ એવા લોકોને પોતાની સાથે જાેડી રહી છે, જેમની મદદથી મતદારોને લુભાવી શકાય. આ ક્રમમાં પાર્ટીએ સ્ટાર પાવરનો ઉપયોગ કરવાનો ર્નિણય લીધો છે.
ભાજપ તેની સાથે ઘણા કન્નડ ફિલ્મ સ્ટાર્સને જાેડી રહી છે જેથી તેમના દ્વારા પ્રચાર કરીને વધુને વધુ મતદારોને આકર્ષી શકાય. ભારતીય જનતા પાર્ટીએ વિક્રાંત રોડ ફિલ્મ સ્ટાર કિચ્ચા સુદીપને પોતાની સાથે જાેડ્યા છે.
સૂત્રો મુજબ કિચ્ચા ભાજપમાં જાેડાઈને પોતાની રાજકીય સફર શરૂ કરશે. કિચ્ચા સુદીપ રાજ્યભરમાં પાર્ટીના ચૂંટણી પ્રચારમાં સામેલ થશે. પાર્ટી તેમને મુખ્યત્વે કલ્યાણ-કર્ણાટક પ્રદેશમાં પ્રચાર માટે મોકલી શકે છે. કિચ્ચા સુદીપ નાયકા જાતિમાંથી આવે છે, જે રાજ્યની અનુસૂચિત જાતિની સૂચિમાં સામેલ છે. કલ્યાણ-કર્ણાટક પ્રદેશમાં નાયકા જાતિનો નોંધપાત્ર પ્રભાવ છે.
આવી સ્થિતિમાં ભાજપ કિચ્ચા સુદીપની સ્ટાર પાવરનો ઉપયોગ વોટ જીતવા માટે ચૂંટણી પ્રચારમાં કરવા માંગે છે. કર્ણાટક કોંગ્રેસના વડા ડીકે શિવકુમાર પણ ફેબ્રુઆરી મહિનામાં કિચ્ચા સુદીપને મળ્યા હતા.
ડીકે શિવકુમાર કિચ્ચા સુદીપના ઘરે પહોંચ્યા હતા, ત્યારબાદ એવી અટકળો વહેતી થઈ હતી કે કિચ્ચા સુદીપ કોંગ્રેસમાં જાેડાઈ શકે છે. પરંતુ કિચ્ચા સુદીપ અને ડીકે શિવકુમારે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે આ એક વ્યક્તિગત મીટિંગ હતી અને મીટિંગ પાછળ કોઈ રાજકીય હેતુ નહોતો. તમને જણાવી દઈએ કે, ૧૦ મેના રોજ કર્ણાટકની તમામ ૨૨૪ સીટો પર મતદાન થશે, જ્યારે મતગણતરી ૧૩ મેના રોજ થશે.HS1MS