સાઉથ સુપરસ્ટાર નાગાર્જુને માલદીવ ટ્રીપ કેન્સલ કરી
મુંબઈ, માલદીવ પરની ચર્ચાનો અંત આવી રહ્યો નથી. ઈંર્મ્અર્ષ્ઠંંસ્ટ્ઠઙ્મઙ્ઘૈvીજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન સાઉથના ફેમસ સુપરસ્ટાર નાગાર્જુને પણ તેની માલદીવ ટ્રીપ કેન્સલ કરી દીધી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માલદીવ ટ્રિપ કેન્સલ કરવાનું કારણ જણાવી રહ્યો છે.
નાગાર્જુન પોતાના પરિવાર સાથે માલદીવ વેકેશન માટે જવા માગતો હતો. પરંતુ હવે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. તે માલદીવના બહિષ્કારના વલણ સાથે સહમત છે અને આ સંબંધમાં તેણે પોતાનો પ્રવાસ રદ કર્યો છે. નાગાર્જુનના કહેવા પ્રમાણે, તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં ખૂબ વ્યસ્ત હતો અને તેથી તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તેણે વેકેશન માટે માલદીવ પસંદ કર્યું હતું પરંતુ હવે તે ત્યાં જઈ રહ્યો નથી.
નાગાર્જુન દ્વારા સામે આવેલા વીડિયોમાં તે તેના માલદીવ પ્રવાસ વિશે વાત કરતો જોવા મળે છે. તેના કહેવા પ્રમાણે, ‘હું ૧૭ જાન્યુઆરીએ માલદીવમાં રજાઓ પર જવાનો હતો કારણ કે હું પરિવાર માટે સમય કાઢી શક્યો ન હતો. હું ‘ના સામી રંગા’ અને ‘બિગ બોસ’માં વ્યસ્ત હતો અને છેલ્લા ૭૫ દિવસથી કોઈ બ્રેક લીધો ન હતો.
મેં માલદીવની મારી ટિકિટો કેન્સલ કરી દીધી છે અને હવે આવતા અઠવાડિયે લક્ષદ્વીપ જવાની યોજના બનાવી રહ્યો છું. ત્યાંના મંત્રીઓએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટીપ્પણીઓ કરી જે વાંધાજનક હતી અને તેમને તેની કિંમત ચૂકવવી પડશે. પીએમ મોદી ૧.૫ અબજ લોકોના નેતા છે અને સમગ્ર વિશ્વમાં તેમનું ખૂબ સન્માન છે.
નાગાર્જુનની ફિલ્મ ‘ના સામી રંગા’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ મલયાલમ ફિલ્મની રિમેક છે. અભિનેતા ફિલ્મ ‘ધ ઘોસ્ટ’માં જોવા મળ્યો હતો, જે સ્ક્રીન પર કંઈ કમાલ કરી શકી ન હતી. તમને જણાવી દઈએ કે, માલદીવ અને ભારત વચ્ચે આ તણાવ ત્યારે શરૂ થયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના પ્રવાસે હતા.
PM મોદીએ ઠ પર લક્ષદ્વીપ પ્રવાસની કેટલીક તસવીરો શેર કરી હતી અને દેશવાસીઓને એક વખત આ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લેવાની અપીલ કરી હતી. માલદીવના કેટલાક નેતાઓએ આ ફોટા પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી વિવાદે જોર પકડ્યું અને હવે માલદીવના વેકેશન પ્લાન કેન્સલ થઈ રહ્યા છે.SS1MS