સાઉથ સુપરસ્ટારની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ ની કમાણીના આંકડા ફેક
મુંબઈ, રામચરણ અને કિયારા અડવાણીની ‘ગેમ ચેન્જર’ ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યાે છે કે ફિલ્મે પહેલા જ દિવસે દુનિયાભરમાં ૧૮૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે, ટ્રેડ પંડિતોના જણાવ્યા અનુસાર આ આંકડો ૭૦ કરોડનો પણ હોવા વિશે શંકાઓ છે.
હવે નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરીને આ ફિલ્મના બોક્સ ઓફિસ કમાણીના આંકડા ખોટી રીતે દાખવવામાં આવ્યા હોવાની આલોચના કરી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે ‘આ ફિલ્મના બોક્સ ઓફિસના આંકડામાં ળોડ આચરવામાં આવ્યું છે.
બાહુબલી, આરઆરઆર, કેજીએફ ટુ જેવી ફિલ્મોના આંકડા નીચા દેખાય તે માટે જાણીજોઈને ગેમ ચેન્જર વિશે ખોટા દાવા કરવામાં આવી રહ્યાં છે.’ બીજા અનેક ટ્રેડ નિષ્ણાતોએ પણ ગેમ ચેન્જર ના આંકડા વિશે શંકાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિર્માતાઓ ખોટી વિગતો આપી રહ્યા છે.
રામ ગોપાલ વર્માએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર લખ્યુ, ‘એસ એસ રાજામૌલી અને સુકુમારે પોતાની ફિલ્મોના વાસ્તવિક કલેક્શનથી તેલુગુ સિનેમાને એક નવી ઊંચાઈ પર પહોંચાડી દીધું. ફિલ્મોના કલેક્શનથી બોલિવૂડના લોકો પણ અચંબિત થઈ ગયા હતા પરંતુ ગેમ ચેન્જરની પાછળના લોકોએ સફળતાપૂર્વક એ સાબિત કરી દીધું કે સાઉથની ફિલ્મો ળોડ કરવામાં ખૂબ જ શાનદાર છે.’SS1MS