Western Times News

Gujarati News

Southstar Ram Charan વિરાટ કોહલીનો રોલ ભજવવા માગે છે

મુંબઈ, South star Ram Charan હાલમાં જ ઓસ્કર અવોર્ડ સહિત આંતરરાષ્ટ્રીય ફલક પર ડંકો વગાડનારા ગીત નાટુ નાટુને લઈને કેટલાય ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, Oscar 2023માં તેણે અને જૂનિયર એનટીઆરે કેમ પર્ફોર્મ ના કર્યું. સાથે જ રામ ચરણે જણાવ્યું કે, તે કયા ક્રિકેટરની બાયોપિકમાં કામ કરવા માગે છે. Southstar Ram Charan wants to play the role of Virat Kohli

ઓસ્કર ૨૦૨૩માં ફિલ્મ RRRના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો અવોર્ડ મળ્યો હતો. આ ગીત પ્રેમ રક્ષિતે કોરિયોગ્રાફ કર્યું છે અને કાલ ભૈરવા તેમજ સિપ્લિગુંજે ગાયું છે અને સંગીતકાર એમએમ કિરવાની છે.

આ ગીતને ઓસ્કર મળ્યા પછી રામ ચરણ હાલમાં જ એક મીડિયા ઈવેન્ટમાં સામેલ થયો હતો. જેમાં તેને પૂછવામાં આવ્યું કે, ઓસ્કર અવોર્ડમાં તેણે કેમ ‘નાટુ નાટુ’ ગીત પર પર્ફોર્મ ના કર્યું. ત્યારે રામ ચરણે કહ્યું કે, તેની ઈચ્છા હતી કે તે ઓસ્કરના સ્ટેજ પર પર્ફોર્મ કરે પરંતુ ઓસ્કર કમિટીએ તેનો સંપર્ક નહોતો કર્યો.

જાેકે, રામ ચરણને ખુશી છે કે, આ ગીત પર અવોર્ડ સેરેમની દરમિયાન પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું. રામ ચરણને પૂછવામાં આવ્યું કે, એવો કયો રોલ છે જે તે ભજવવા માગે છે.

ત્યારે ઘણું વિચાર્યા પછી તેણે કહ્યું કે, તે સ્પોર્ટ્‌સ સાથે સંકળાયેલી ફિલ્મ કરવા માગે છે. ત્યારે રામ ચરણને પૂછવામાં આવ્યું કે, જાે વિરાટ કોહલી પર બાયોપિક બની તો તેમાં તે રોલ કરશે? આ સવાલનો જવાબ તેણે ક્ષણભરનો વિલંબ કર્યા વિના હકારમાં આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાન પર આ ગીત પર ડાન્સ કર્યો હતો.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુક્રેનમાં ‘નાટુ નાટુ’ ગીતનું શૂટિંગ થયું હતું. રામ ચરણે જણાવ્યું કે, આ ગીતના શૂટિંગમાં ૧૨ દિવસ લાગ્યા હતા અને સાત દિવસ સુધી તેણે પ્રેક્ટિસ કરી હતી. સતત શૂટિંગના કારણે તેને ઘૂંટણમાં દુઃખાવો થવા લાગ્યો હતો. જાેકે, હવે મહેનતનું ફળ મળી ગયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.