SPનું Instagram ID બનાવી ફ્રોડ ટોળકીએ યુવાનને છેતર્યો
જામનગર, જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુના નામે Instagram પર Fake ID બનાવી અમદાવાદના યુવકને બે હજાર રૂપિયાનો cyber fraud દ્વારા ચૂનો લગાવવામાં આવ્યો છે.
જામનગરના જાબાજ SP એવા એસ.પી પ્રેમસુખ ડેલુના નામનો ઉપયોગ કરી કોઈ શખ્સ દ્વારા Instagram ના માધ્યમથી અમદાવાદના એક યુવક પાસેથી મેસેજ કરી રૂપિયાની માગણી કરવામાં આવી હતી. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે, ત્યારે જ સાયબર માફિયાઓ પણ પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ હવે આઇપીએસ અધિકારીના નામે પણ ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેમાંથી આઇપીએસ અધિકારીના ફોલોવર્સ પાસેથી પણ ઓનલાઇન રૂપિયાનું ઉઘરાણું કરી રહ્યા છે.
એક તરફ ગુજરાતમાં લોકોને વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓથી બચવા માટે પોલીસ દ્વારા વિવિધ કેમ્પેનિંગ કરી સાવધાન કરવામાં આવી રહ્યા છે.
આધુનિક સદીમાં લોકોને સુરક્ષા પૂરી પાડતા પોલીસ વિભાગના વડાઓ ને પણ હવે સાઇબર માફિયાઓ જાણે ચેલેન્જ આપી રહ્યા હોય તેમ જામનગરમાં તાજેતરમાં જ મુકાયેલા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નામે ફેક એકાઉન્ટ બનાવી તેમાં SP અધિકારી પ્રેમસુખ ડેલુના વિવિધ ફોટાઓ પણ પોસ્ટ કરી મિત્રો બનાવ્યા હતા.
અને આ મિત્રોમાંથી જ અમદાવાદના તાલહ પઠાણ નામના યુવકને મેસેજ કરી પાંચ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. અંતે આ સમગ્ર મામલે સાયબર ફ્રોડ થયો હોવાનું જણાતાં હવે ફરિયાદ સહિતની પણ તજવીજ હાથ ધરાઇ છે.
આ ઘટનાને લઇને લોકોમાં પણ હવે તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે કે, કડક છાપ ધરાવતા SP એવા પ્રેમસુખ ડેલુ જેવા જાબાજ પોલીસ અધિકારીના નામે પણ કેટલાક સાઇબર માફીયાઓ છેતરપિંડી કરવા લાગ્યા છે. ત્યારે આવા શાતિર સાયબર ક્રાઈમને અંજામ આપતા લોકો સુધી પોલીસ પહોંચશે ? કે પછી લોકોને આધુનિક યુગમાં ટેકનોલજીના માધ્યમથી સોશિયલ મીડિયા માં લોકોને લૂંટાતી ટોળકીઓ બેફિકર બનીને લોકોને ઠગતી જ રહેશે?