Western Times News

Gujarati News

SP રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજનો ભાગ તૂટી પડ્યો

અમદાવાદ, શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે. બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે જવા માટે રવાના થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે, બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લાં છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મહત્વનું છે કે, જ્યારે આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો ત્યારે સદનસીબે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા.

જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બ્રિજનું નિર્માણ છેલ્લાં છ મહિનાથી ચાલી રહ્યું હતું. આ બ્રિજ બનાવાની કામગીરી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે ઔડા દ્વારા ચાલી રહી છે. ઔડા દ્વારા નિર્માણધીન બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે.

આ મામલે આવતીકાલે બુધવારે સવારે ઔડાના અધિકારીઓ અને ઈજનેર વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરશે. બીજી મહત્વની વાત એ છે કે, આ બ્રિજનો ભાગ તૂટી પડતા બ્રિજના સપોર્ટમાં મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાત્રિના સમયે બ્રિજ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી. જાે કે, આ બ્રિજની ૫૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે મંગળવારે રાત્રે અચાનક આ બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.