Western Times News

Gujarati News

SP રીંગ રોડની ફરતે આવેલા ૪પ થી વધુ ગામોને નર્મદાના પાણી પહોંચાડાશે

South Bopal

મંગળવારે મળેલી ઔડાની બેઠકમાં રૂા.ર૬૦ કરોડના પ્રોજેક્ટને મંજુરી

(એજન્સી) અમદાવાદ, ઔડાની કચેરી ખાતે આજે યોજાયેલી ર૮૩મી બોર્ડની બેઠકમાં શહેરની ફરતે આવેલા સરદાર પટેલ (એસપી) રીંગ રોડની ફરતે ૩ કી.મી.ની ત્રિજ્યામાં આવતા ૪પ થી વધુ ગામોને નર્મદાના પાણી પહોચાડવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજુરી અપાઈ છે.આ પ્રોજેક્ટપાછળ રૂા.ર૬૭ કરોડનો ખર્ચ કરાશે. જે પૈકી ૪૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને ૬૦ ટકા

હિસ્સો ઔડા અને રાજય સરકાર આપશે. ટેન્ડર મંજુર થયાના ૧ર માસમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું આયોજન છે.
આડા દવારા એસપી રીંગ રોડની ફરતે ૩ કી.મી.ની ત્રિજયામાં આવતા ૪પ થી વધુ ગામોનેે પાણી પહોંચાડવા માટે ડીઝાઈન બનાવી છે. જેમાં દરેક ગામોને નર્મદાનું શુધ્ધ પાણી પહોંચાડવામાં આવશે. પાણીનો સપ્લાય ૧૦૦ એલપીસીડીનો રહેશે. ગામદીઠ પાણીની ટાંકી બનાવાશે. દરેક ગામોમાં ઘરદીઠ પાણીની પાઈપલાઈનના કનેકશન અપાશે.

ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક બનાવાશે. એસ. પી. રીંગ રોડના પશ્ચિમ વિસ્તારમાં જાસપુર, હેડવર્કસ, ખાતે ૧૦ એમલડીની વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ક્લિયર વૉટર પંપ હાઉસ બનાવાશે. તેલાવ ખાતે જૂના જીડબલ્યુએસ એસબી ના ૭પ એમએલડીના વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નવો ક્લિયર વૉટર ટાંકી અને પંપ હાઉસ બનાવાશે.

એસપી. રીંગ રોડના પૂર્વ વિસ્તારના ગામો માટે કડોદરા હેડવર્કર્સ ખાતે જૂના ૩૩ એમએલડી વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સાથે ક્લિયર વૉટર ટાંકી અને પંપ હાઉસ બનાવાશે. આશરે ૬૮ કી.મી.ની લંબાઈમાં ટ્રાન્સમીશન મેઈન લાઈન દ્વારા હેડવર્કરસથી તમામ પંપ હાઉસને જાેઈન્ટ કરાશે. ઔડાનો ચીફ એક્ઝિક્યુટીવ એ.બી.ગૌરે જણાવ્યુ હતુ કે આગામી ૬ માસમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે. ટેન્ડર ઈન્વાઈટ કર્યા પછી તમામ મંજુરી મળ્યા બાદ પ્રોજેેક્ટની કામગીરી ૧ર માસથી પૂર્ણ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.