જૂન, 2020માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં 60 ટકા ભારતીય ELSS ફંડ તેમના બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો
S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસીસે SPIVA® ઇન્ડિયા મિડ-યર 2020ના પરિણામો જાહેર કર્યા
મુંબઈ, લેટેસ્ટ S&P ઇન્ડાઇસીસ વર્સીસ એક્ટિવ (SPIVA®) ઇન્ડિયા સ્કોરકાર્ડમાં ખુલાસો થયો છે કે, જૂન, 2020માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં 48.39 ટકા ભારતીય ઇક્વિટી લાર્જ કેપ ફંડ, 59.52 ટકા ELSS ફંડ અને 82.31 ટકા ભારતીય કમ્પોઝાઇટ બોન્ડ ફંડે તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો છે.
લાંબા ગાળાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં મોટા ભાગના એક્ટિવ મેનેજ લાર્જ-કેપ ઇક્વિટી ફંડે લાર્જ કેપ બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો છે, જેમાં 67.67 ટકા લાર્જ-કેપ ફંડે જૂન, 2020માં પૂર્ણ થયેલા 10 વર્ષના ગાળામાં નબળો દેખાવ કર્યો છે. આ ગાળા દરમિયાન લાર્જ-કેપ ફંડમાં 65.41 ટકાનો નીચો સર્વાઇવરશિપ રેટ જોવા મળ્યો હતો.
S&P ડાઉ જોન્સ ઇન્ડાઇસીસના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડિઝાઇનના એસોસિએટ ડાયરેક્ટર આકાશ જૈને કહ્યું હતું કે, “વર્ષ 2020ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ભારતીય ઇક્વિટી બજારમાં રોગચાળાને કારણે થયેલી ચડઊતરે આંચકો આપ્યો હતો. જોકે વિવિધ ફંડને અલગ-અલગ અસર થઈ છે. આ સમયગાળા દરમિયાન દરેક ઇક્વિટીની કેટેગરીમાં 40 ટકાથી વધારે ફંડે તેમના સંબંધિત કેટેગરી બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો છે, ત્યારે 37.50 ટકા ભારતીય સરકારના બોન્ડ ફંડ અને 92.16 ટકા ભારતીય કમ્પોઝાઇટ બોન્ડ ફંડે સંબંધિત બેન્ચમાર્ક કરતાં નબળો દેખાવ કર્યો છે.”
વર્ષ 2020ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઇક્વિટી કેટેગરીઓમાં ઇક્વલ-વેઇટેડ ફંડનું રિટર્ન તેમની સંબંધિત એસેટ-વેઇટેડ ફંડ રિટર્ન અને ઇન્ડેક્સ રિટર્ન કરતાં વધારે હતું, જે સૂચવે છે કે, મોટી સાઇઝના ફંડની સરખામણીમાં નાની સાઇઝના ફંડે આ વધઘટના ગાળામાં વધુ સારી કામગીરી કરી છે.
જૂન, 2020માં પૂર્ણ થયેલા 1 વર્ષના ગાળામાં પ્રથમ અને ત્રીજા ક્વાર્ટાઇલ બ્રેકપોઇન્ટ વચ્ચે રિટર્નનો સ્પ્રેડ ભારતીય ઇક્વિટી લાર્જ કેપ ફંડમાં 4.67 ટકા, ભારતીય ELSS ફંડ માટે 6.27 ટકા અને ભારતીય ઇક્વિટી મિડ/સ્મોલ કેપ ફંડ માટે 10.37 ટકા જેટલો ઊંચો હતો. આ ફંડની કામગીરીમાં વિસ્તૃત વિતરણ પર ભાર મૂકે છે અને રોકાણકારો માટે ફંડની પસંદગીનું જોખમ દર્શાવે છે.