સ્પેક-એસ.પી.સી.એ.એમ. દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટના સાંસ્કૃતિક સેલ ના નેજા હેઠળ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજના બી.બી.એ. બી.સી.એ. તેમજ બી.બી.એ. આઈ.એસ.એમ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ દ્વ્રારા “યુનિટી ઇન ડાઇવર્સિટી” થીમ આધારિત રંગોળી પ્રસ્તુત કરી પોતાનામાં રહેલી આવડતને દર્શાવી હતી. આ સ્પર્ધામાં ઈશા પટેલ શ્ કૃપા પટેલ (બી.બી.એ.-૫ સેમ) પ્રથમ, ચેતન રીઢડીયા,કૃણાલ ભોઈ પાર્થ નાયક (બી.બી.એ.-૩ સેમ) દ્વિતીય ,
અસ્પાક પઠાણ (બી.બી.એ. -૧ સેમ) તૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા. આ સ્પર્ધામાં સંસ્થાના કાર્યકારી આચાયૅ શ્રી ડો.નિરવ ત્રિવેદી તેમજ સર્વે સ્ટાફગણે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન કોલેજના સાંસ્કૃતિક સેલ સંયોજક પ્રતિક પટેલ તેમજ નેન્સી પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનું સુંદર આયોજન કરેવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તથા કાર્યકારી આચાર્ય ડો. નિરવ ત્રિવેદી દ્વારા તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.