સ્પેસએક્સ લોન્ચ સાઈટ ટેક્સાસ શહેર ‘સ્ટારબેઝ’ તરીકે ઓળખાશે

મેકએલેન, અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સની લોન્ચ સાઇટ હવે એક શહેર બની ગઈ છે. સ્ટારબેઝ નામના આ વિસ્તારને હવે ઔપચારિક રીતે શહેર જાહેર કરવામાં આવ્યું છે.
આ નિર્ણયને રહેવાસીઓના મત દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેમાં મોટાભાગના મતદારો સ્પેસએક્સના કર્મચારીઓ હોવાનું મનાય છે. કેમેરોન કાઉન્ટી ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિણામો અનુસાર પ્રસ્તાવના પક્ષમાં ૨૧૨ મત પડ્યા હતા જ્યારે તેની વિરુદ્ધમાં માત્ર છ મત પડ્યા હતા.
આ નિર્ણય બાદ એલોન મસ્કે X પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તે હવે ખરેખર એક શહેર બની ગયું છે.દક્ષિણ ટેક્સાસનું નામ બદલવાને એલોન મસ્ક માટે મોટી જીત માનવામાં આવી રહી છે.
સ્ટારબેઝ લોન્ચ સાઇટ માત્ર અવકાશ યાત્રા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને નાસા સાથેના કરાર હેઠળ ચંદ્ર અને મંગળ પર માનવ મિશન મોકલવા માટેનું એક મુખ્ય કેન્દ્ર પણ બનશે. મસ્કે ૨૦૨૧માં સ્ટારબેઝનો વિચાર રજૂ કર્યાે હતો.
આ શહેર ટેક્સાસના દક્ષિણમાં, મેક્સીકન સરહદની નજીક આવેલું છે અને ફક્ત ૩.૯ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અહીં રહેતા મોટાભાગના લોકો સ્પેસએક્સના કર્મચારીઓ છે, જેમનું કામ રોકેટ લોન્ચ અને તેને લગતા કાર્યાે સાથે સંબંધિત છે. સ્ટારબેઝનું શહેરમાં રૂપાંતર એક નવો સીમાચિહ્નરૂપ છે જે ટેકનોલોજી અને અવકાશમાં એક નવા યુગની શરૂઆત કરી શકે છે.SS1MS