SPEC એન્જિનિયરિંગના IT વિભાગ દ્વારા “Node.js” પર વર્કશોપનું આયોજન કરાયું
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના ઇન્ફોરમેશન ટેક્નોલોજી વિભાગ દ્વારા નોડ જે એસ પર વર્કશોપનું આયોજન કરાયું હતું . જેમાં મુખ્ય અતિથિ તરીકે આકાશ ટેકનો લેબના સી.ઈ.ઓ . શ્રી આકાશ પઢીયાર હાજર રહ્યા હતા અને વિધાર્થીઓને નોડ જે એસ વિષયનો રિયલ વર્લ્ડમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના વિશે માહિતી પુરી પાડી હતી .
આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને થિયરીની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પીરસવાનો હતો. .આ વર્કશોપનું આયોજન ઇન્ફોરમેશન ટેક્નોલોજી વિભાગના સ્ટાફ ગણ દ્વારા કરવામાં આવ્યું હતું.આ વર્કશોપને સફળ બનાવવા માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ , ભાવિન પટેલ અને સ્પેક, એન્જીનિયરીંગના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. (પ્રો) પૌલોમી વ્યાસે સૌને અભિનંદન પાઠવ્યા હતા.