SPEC કેમ્પસમાં “સ્કીલ્સ ડેવલપમેન્ટ સેલનું” ઉદઘાટન કરાયું

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સ્કીલ્સ ડેવલપમેન્ટ સેલનું ઉદઘાટન કેમ્પસના સેક્રેટરી શ્રી શીતલ પટેલ દ્વારા કેમ્પસ સ્થિત સૌ સ્ટાફગણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું . આ સેલ સ્થાપવાનો મુખ્ય હેતુ સૌ સ્ટાફગણ કઈંક નવું શીખે , જાણે અને નવા આઈડિયા શેર કરી પોતાની સ્કિલ્સ ડેવલપ કરે તે છે .
આ પ્રસંગે સ્કિલ્સ ડેવલપમેન્ટ સેલના સંયોજક ડૉ . કલ્પેશ ગોહિલે ” મેં સમય હું ” વિષય પર “સ્પેકટોક” આપી હતી અને આપણે સમયને કેવી રીતે કંટ્રોલ કરી પોતાના ડેવલપમેન્ટ માટે ઉપયોગમાં લઇ શકાય તેના વિશે સફળતાનાં શિખરે પહોંચેલા લોકોના ઉદાહરણો દ્વારા જ્ઞાન પીરસ્યું હતું .
આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સ્પેક કેમ્પસ સ્થિત વિવિધ કોલેજોના સ્કિલ્સ ડેવલપમેન્ટ સેલના સંયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ ઉપરોક્ત સેલની સ્થાપના તેમજ “સ્પેકટોક” નું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ,સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તેમજ વિવિધ કોલેજોના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.