Western Times News

Gujarati News

સ્પેક બી.એડ., બાકરોલમાં’ કારકિર્દી માર્ગદર્શન’ કાર્યક્રમનું આયોજન કરાયું

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કૉલેજ ઑફ ઍજ્યુકેશન, બાકરોલમાં આઈ.કયુ.એ.સી.અને એસ.ડી.પી અંતર્ગત આચાર્યશ્રી ડૉ.પ્રભાત કાસરા અને કમિટી કો-ઓર્ડિનેટર ડૉ. આરતીબેન પટેલ, પ્રા. ભાવનાબેન ભાવસારના માર્ગદશન હેઠળ ’કારકિર્દી માર્ગદર્શન’ કાર્યક્રમનું આયોજન”નું આયોજન કરવામાં આવ્યું હતું. Sardar Patel College of Education BED college guidance seminar

આ કાર્યક્રમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કાર્તિક સુખવાલ (ડાર્ક હોર્સ એકેડમી, વિદ્યાનગર) અને ડૉ.વિજય ઠક્કર (શિક્ષક,આંકલાવ હાઈસ્કુલ) ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનશ્રીનો શાબ્દિક પરિચય કૉલેજના પ્રા. ડૉ.  આરતીબેન પટેલે આપ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી કાર્તિક સુખપાલ સાહેબે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થી પોતાના જીવનમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકે તેની રજૂઆત મહાન વ્યક્તિઓના જીવન પ્રસંગોના ઉદાહરણ દ્વારા કરવામાં આવી હતી, સાથે જ આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે ઉપસ્થિત ડૉ. વિજય ઠક્કરસાહેબે પોતાના વક્તવ્યમાં શિક્ષક બનવા માટે ટેટ, ટાટ પરીક્ષાના અભ્યાસક્રમ અને તે માટે તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેની ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી દિવ્યાબેન રાઠોડે અને આભારવિધિ પ્રા.સંજયભાઈ ઠાકોરે કરી હતી.આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રી – જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તથા આચાર્યશ્રી ડૉ.પ્રભાત કાસરા તેમજ સ્ટાફગણ દ્વારા તમામ પ્રશિક્ષણાર્થીઓને અભિનંદન  પાઠવવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.