સ્પેક, કોમર્સ કોલેજ માં બોમ્બે સ્ટોક એક્ષચેન્જ દ્વારા નાણાકીય સાક્ષરતા પર વેબિનારનું આયોજન
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ(સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 06 જુલાઈ 2022 ના રોજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે નાણાકીય સાક્ષરતા ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં મુખ્ય વક્તા શ્રી અલ્કાબેન પરીખ ઉપસ્થિત રહ્યા હતા જેમણે નાણાકીય સાક્ષરતાને લગતા વિવિધ આયામો જેવા કે મોંઘવારી અને બચત, મ્યુચુઅલ ફંડ અને શેરમાં રોકાણના લાભ અને ભયસ્થાનો વિષે વિગતવાર ચર્ચા કરી હતી.
બી. કોમ. દ્વિતીય અને તૃતીય વર્ષના 80 થી વધારે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અધ્યાપક શ્રી દીપ વાઘેલા, મિનલબેન પટેલ અને શ્વેતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા તથા આચાર્યશ્રી-ડૉ કે બી રાવ દ્વારા સ્ટાફ તેમજ વિધાર્થી ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.