સ્પેક એમ.બી.એ. દ્વારા “શૈક્ષણિક વિઝિટનું” આયોજન કરાયું
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (એમ.બી.એ) દ્વારા પાંચ દિવસ શૈક્ષણિક વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ, આર.બી.આઇ.મ્યુઝ્યમ, મહાબલેશ્વર, લોનાવાલા અને મુંબઈના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.
આ પ્રવાસનું આયોજન સ્પેક એમ.બી.એ.ના ડાયરેક્ટર ડો.વિશાલ પાટીદાર તથા વિભાગીય વડા પ્રો.નૈતિક રામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ ‘શૈક્ષણિક વિઝિટના’ સફળ આયોજન કરવા બદલ સંસ્થાનાં ચેરમેનશ્રી ગિરીશ પટેલ,સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.