સ્પેક દ્વારા “રમશે સ્પેક, જીતશે સ્પેક” ની થીમ પર “વાર્ષિક રમોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં ‘રમશે સ્પેક, જીતશે સ્પેક’ ની થીમ પર “વાર્ષિક રમોત્સવ ઃ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉ.જે.કે.ચૌહાણ (ડાયરેક્ટર, ફીઝીકલ એજ્યુકેશન, વી. પી. સાયન્સ કોલેજ , વિદ્યાનગર) ને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓએ વિધાર્થીઓને ખેલદિલીની ભાવનાથી દરેક રમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત જીવનમાં ફિટનેશ નું શું મહત્વ છે તેના વિશે માહિતી આપી હતી.ઉપરાંત આ પ્રસંગે કેમ્પસના સેક્રેટરીશ્રી શીતલ પટેલ, મોનલ પટેલ (ટ્રસ્ટીશ્રી,સ્પેક ) અને કેમ્પસ સ્થિત કોલેજાેના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓ હાજર રહ્યા હતા અને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વધુમાં ,રમતવીરોએ વિવિધ સ્પર્ધાઓ જેવીકે દોડ , ગોળા ફેક , વોલીબોલ , ડિસ્ક થ્રો , બરછી ફેક અને ક્રિકેટમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ રમોત્સવને સફળ બનાવ્યો હતો અને અંતે વિજેતાઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રોગ્રમને સફળ બનાવવા માટે કેમ્પસ સ્પોર્ટ્સ સંયોજક પરેશ યાદવ અને જયેશ ગામીત તેમજ વિવિધ કોલેજાેના સ્પોર્ટ્સ સંયોજકોનું મહત્વનું યોગદાન રહ્યું હતું.
આ “વાર્ષિક રમોત્સવ” ના સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ તેમજ વિવિધ કોલેજાેના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.