સ્પેક, કોમર્સ કોલેજમાં ‘એનાલીટીકલ સ્કીલ’ પર ટ્રેનીંગનું આયોજન કરાયું
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ (SPEC Sardar Patel Education campus) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા ‘એનાલીટીકલ સ્કીલ’ પર ટ્રેનીગ નું આયોજન કરવામાં આવ્યું હતું .
જેમાં ટ્રેનર તરીકે વિષય નિષ્ણાત એવા નીલમ શાહ (ટ્રેનર -જે.સી.આઈ) ઉપસ્થિત રહી વિધાર્થીઓને એનાલીટીકલ સ્કીલ દ્વારા સમસ્યા હલ કરવાની કુશળતા તેમજ સર્જનાત્મક, વિષે જ્ઞાન પીરસ્યું હતું .
આ ઉપરાંત તેઓએ તર્કસંગત ઉકેલો વિકસાવવા માટે ડેટા અને માહિતીનું વિશ્લેષણ કેવી રીતે કરવું તેની ઊંડાણ પૂર્વક માહિતી પૂરી પડી હતી. આ કાર્યક્રમ નું આયોજન પ્રો.(ડૉ) સરફરાઝ મન્સૂરી અને પ્રો. દીપ વાઘેલા દ્વ્રારા આચાર્ય ડૉ કે.બી.રાવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.