સ્પેક, એન્જીનીયરીંગના સિવિલ વિભાગના અધ્યાપક વીસુધા દત્તાણીએ પુસ્તક પ્રકાશિત કર્યું.
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના સિવિલ વિભાગના અધ્યાપક વીસુધા દત્તાણીએ સ્ટ્રક્ચરલ ઓપ્ટિમાઇઝેશન વિષય પર પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તક સિવિલ વિભાગના સ્ટ્રક્ચરલ એન્જિનીયરીંગના અનુસ્નાતક વિદ્યાર્થીઓને ઉપયોગી છે.
આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને સ્ટ્રક્ટરલ ઓપ્ટિમાઇઝેશનના સિદ્ધાંતો અને ટેકનિક વિશેની માહિતીનો સમાવેશ થાય છે. તદુપરાંત સ્ટ્રક્ટરલ ડિઝાઇન માટેની ઓપ્ટિમાઇઝેશનની પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરોક્ત સફળતા પ્રાપ્ત કરવા બદલ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરોક્ત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગીરીશ પટેલ, સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ, આઈ.ક્યુ.એ.સી. કોર્ડીનેટર પ્રો.જય પટેલ, કાર્યકારી આચાર્ય ડો. ઋત્વિજ જોશી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.