Western Times News

Gujarati News

શહેરના ૧૦૦થી વધુ નાકા પર રાત્રે ૧૦થી ૨ની સ્પેશિયલ ડ્રાઈવ

અમદાવાદ, શહેરના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતની ગોઝારી ઘટના બની હતી. જેની વધુ તપાસ ચાલી રહી છે. ત્યારે શહેરમાં અકસ્માતોને રોકવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પોલીસ એક્શન મોડમાં જાેવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં એક મહિના માટે વાહન ચેકીંગના આદેશ આપ્યા છે. આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રાત્રિના ૧૦થી ૨ વાગ્યા સુધીની એક વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. Special drive from 10 to 2 at night on more than 100 gates of the city

જેમાં સમગ્ર અમદાવાદ માં અલગ અલગ ૧૦૦થી વધુ નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારી ની હાજરીમાં આ તમામ પોઈન્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે સ્પીડ ગન, બ્રેથ એનેલાઈઝરનો પણ ઉપયોગ કર્યો હતો. તમામ જગ્યા એ પોલીસ એ બેરિકેટ લગાવીને ચેકીંગ હાથ ધર્યું હતું.

જેમાં શંકાસ્પદ વાહન ચાલકોની તપાસ ઉપરાંત તેમના વાહનના દસ્તાવેજ અને લાયસન્સ સહિતની ચકાસણી કરવામાં આવી હતી. જાે કોઈ વાહન ચાલક શંકાસ્પદ જણાઈ આવે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. વાહન ચેકીંગ દરમિયાન કેટલાક વાહન ચાલકો નશીલાં દ્રવ્યોનું સેવન કરીને વાહન ચલાવતા તો કેટલાક કાર ચાલકો બ્લેક ફિલ્મ લગાવેલ કાચ વાળી કાર સાથે પણ મળી આવ્યા હતા.

પોલીસ એ આવા વાહનો જપ્ત કરવા અને દંડ કરવા સહિત ની કામગીરી કરી છે. જાે કે અગાઉ પણ શહેરમાં અનેક વખત આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે. જેમાં પોલીસે આપેલી જાન્યુઆરીથી અત્યાર સુધીના વાહન ચેકીંગની આંકડાકીય માહિતી પર નજર કરીએ તો આ પ્રમાણે છે, ઝોન ૧માં ૨૮૩૧૭, ઝોન ૨માં ૨૬૪૫૩, ઝોન ૩માં ૧૨૨૪૭, ઝોન ૪માં ૨૪૯૮, ઝોન ૫માં ૨૩૬૦૧, ઝોન ૬માં ૩૨૧૨૧ અને ઝોન ૭માં ૭૨૪૪૯ વાહનો નું ચેકીંગ કરવામાં આવ્યું છે.

શહેરમાં બેફામ વાહનનો હંકારવાની સાથે ટ્રાફિક સિગ્નલ પર થયા નિયમોના ભંગના કારણે ઘણાં વાહનચાલકોએ પરેશાન થવું પડતું હોય છે. ત્યારે વારંવાર નાગરિકો દ્વારા આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવતા હોય છે. આ સિવાય નંબર પ્લેટ વગરના શહેરમાં ફરતા વાહનો અંગે પણ વારંવાર પ્રશ્નો ઉઠતા રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.