પોલીસ કર્મચારીઓ સામે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા સ્પેશિયલ ડ્રાઈવ
રાજ્યના પોલીસવડાના પરિપત્રથી પોલીસબેડામાં ખળભળાટ
અમદાવાદ, ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા વિનાશક અકસ્માતનાં ઘેરા પડઘા ગુજરાતમાં એવા પડ્યા છે કે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવાના આદેશ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે આપી દીધા છે.
રાજ્યના પોલીસવડાએ કેટલાક નિયમોનું પાલન નહીં કરતા પોલીસ કર્મચારીઓ કડક શબ્દોમાં પરિપત્ર દ્વારા ચેતવણી આપી છે કે પહેલાં ટ્રાફિકનાં નિયમો મામલે પોલીસ સુધરી જાય બાદમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવું વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરે તેવી સ્થિતિ સર્જાઈ છે.
પોલીસ કર્મચારીની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવાના પણ આદેશ આપી દેવાયા છે.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યાે છએ કે તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારી, કર્મચારી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસ કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે.
જેા કારણે પોલીસની છબી ખરડાય છે. પોલીસના ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને વાહનચાલકો પણ નિયમની ઐસી કી તૈસી કરતા હોય છે.
અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેર અને જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેના કારણે અકસ્મતાની ઘટના પણ બને છે. આવી સ્થઇતિમાં જાે પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો કામગીરી સરળ બની શકે છે. આજથી જાે કોઈ પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
આરોપીને પકડવા માટે પોલીસ નંબર પ્લેટ વગરની કાર તેમજ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના પોલીસ કર્મચારી પાસે જે કાર હોય છે તેમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે. આજ દિવસ સુધી પોલીસ કર્મચારીની કાર પર લાગેલી બ્લેક ફિલ્મ ઊતરી નથી પરંતુ હવે તે શક્ય બની જશે.
રાજ્યના પોલીસવડાએ કરેલા આદેશ બાદ પોલીસની કાર પરથી બ્લેક ફિલ્મ હટી જશે. ક્રાઈમ બ્રાંચ, એટીએસ, એસઓજી સહિતની પોલીસની એજન્સીમાં મોટાભાગના પોલીસ કર્મચારી બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરે છે. જાેકે હવે ફરજિયાત પોલીસ કર્મચારીને પણ હવે બ્લેક ફિલ્મ કાઢી નાખવી પડશે.
ટ્રાફિક પોલીસ તેમજ બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીને મહત્ત્વની સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓને ફરજિયાત ાઇટ બેટન તથા બોડી રિફલેક્ટર પહેરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે ટ્રાફિક બ્રિગેડના જવાન તેમજ હોમગાર્ડના જવાનોને પણ બોડી રિફલેક્ટર પહેરવાનો આદેશ અપાયો છે.
પોલીસ કર્મચારી પોતાનાં વાહન પર પોલીસ હોવાનાં બોર્ડ તેમજ લખાણ લખાવતા હોય છે જેને તાત્કાલિક હટાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. જાે હેવ પોલીસ કર્મચારીના વાહન પર પી કે પછી પોલીસ લખેલું હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.