Western Times News

Gujarati News

સુરતમાં નવા વર્ષની ઉજવણીને લઈ પોલીસની વિશેષ તૈયારી

સુરત, નવા વર્ષની ઉજવણીને લઈ સુરત પોલીસની સવિશેષ તૈયારીઓ સામે આવી છે. લોકોને અગવડતા ઉભી ન થાય તેવી રીતે વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઊજવણીના બહાને દારૂ અને ડ્રગ્સનું સેવન કરનારાઓ માટે પોલીસ ખાસ ડ્રાઈવનું પણ આયોજન કરાયું છે.

નવા વર્ષની ઉજવણીને લઈ સુરત પોલીસ દ્વારા ૨૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જાહેર જગ્યાઓ પર ભીડ એકઠી ન થાય તેનું વિશેષ આયોજન કરાયું છે. પોલીસે કરેલા કોમ્બિંગમાં પ્રોહીબિશન અંગે ૬ દિવસમાં ૭૦૦થી વધુ કેસ નોંધાયા છે.

કોમ્બિંગમાં ૮૧ લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. કારના બોનેટ પર બેસીને તાયફા કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. ૩૧ ડિસેમ્બરને લઈ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, ભીડ એકઠી ન થાય તેનુ વિશેષ આયોજન કરાયું છે, કેટલાક વિસ્તારોમાં કોમ્બિગ કરાયુ છે.

વધુમાં કહ્યું કે, ૬ દિવસમાં પ્રોહીબિશન અંગે ૭૦૦થી વધુ કેસો થયા છે અને પોલીસે ૮૧ લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે. પીસીઆર વાન, મોટરસાયકલ ઉપર પોલીસ તૈનાથ રહેશે. વધુમાં કહ્યું કે,પરિસ્થિતિ મુજબ ડ્રોનનો ઉપયોગ કરાશેઃપોલીસ કમિશ્નરે કહ્યું કે, ૪ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

૪ એસઆરપી કંપની, ૧૮૦૦ હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત જાેતરાશે. ૧૦૦૧ અસમજીક તત્વોને આ વર્ષે પાસા કરાયા છે. ઓપરેશન ફરાર હેઠળ ખાસ જુંબેશ હાથ ધરાઈ છે અને ૩૬૮ ગુનેગારોને ઓપરેશન ફરાર હેઠળ પકડાયા છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.