વાયબ્રન્ટ સમિટ માટે મહાત્મા મંદિરમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા
ગાંધીનગર, ગાંધીનગરમાં ૩ દિવસ માટે યોજાનારી વાયબ્રન્ટ સમિટને લઇ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે. આ સમિટમાં ૧૩૬થી વધુ દેશના પ્રતિનિધિ પધારવાના છે, ત્યારે સુરક્ષા સૌથી મોટો પડકાર રહે છે. એટલે જ મહાત્મા મંદિર ખાતે ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઉભું કરાયું છે.વાયબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે.
વિદેશી મહેમાનોનો ગુજરાતમાં જમાવડો છે ત્યારે વિદેશી મહેમાનો માટે હોટલ લીલા ખાતે ખાસ સ્વિટ રૂમ બુક કરવામાં આવ્યા છે. બીજી તરફ મહાત્મા મંદિર ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઊભુ કરવામાં આવ્યુ છે.ગાંધીનગરમાં ૩ દિવસ માટે યોજાનારી વાયબ્રન્ટ સમિટને લઇ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે.
આ સમિટમાં ૧૩૬થી વધુ દેશના પ્રતિનિધિ પધારવાના છે, ત્યારે સુરક્ષા સૌથી મોટો પડકાર રહે છે. એટલે જ મહાત્મા મંદિર ખાતે ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ઉભું કરાયું છે. વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવનારા ડેલીગેશનની મદદ માટે સેન્ટર ઉભું કરાયું છે.
ક્યુઆર કોડ હેલ્પ લાઈન નંબરથી કનેક્ટ થઈ શકશે.મહાત્મા મંદિર ખાતે આવનારા ડેલીગેટ્સ માટે વીઆઈપી પ્રતીક્ષાલય પણ સજ્જ કરાયો છે. તેમજ ડેલીગેટ્સ સાથેની ખાસ બેઠક માટે ખાસ મીટિંગ લોન્જને સજ્જ કરાયો છે. વહીવટીતંત્ર તમામ તૈયારી કરી ચૂક્યું છે. હવે વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમની રાહ જાેવાઇ રહી છે. SS3SS