યાત્રાધામ ડાકોરમાં ધનુ માસ મંગળા આરતીનું વિશેષ મહત્વ
(પ્રતિનિધિ)ડાકોર, યાત્રાધામ ડાકોર શ્રી રણછોડરાય મંગળા આરતી કરવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે મંદિરમાં ધનુ માસ મંગળા આરતી પછી તરત જ ખીચડો આરોગવા બિરાજે છે એક મહિના સુધી રણછોડ રાય મહારાજ ને તજ લવિંગ મરી મસાલા થી અને ડ્રાય ફુટ બરાબર ચોખ્ખું ઘી નાખવામાં આવે છે આરોગ્ય દ્રષ્ટિએ સવારમાં ભગવાનની ધરાવામાં આવે છે ખીચડી કઢી અને રવૈયા નું શાક ભગવાન આરોગે છે દરરોજ સવારે અને મકરસંક્રાંતિએ પૂર્ણ થાય છે ત્યાં સુધી ધરાવવામાં આવે છે.
દરરોજ મંગળા આરતી પછી ધનુ માસની ખીચડી નો પ્રસાદ વૈષ્ણવ થકી વૈષ્ણવોને વેચવામાં આવે છે મંદિરમાં જ વૈષ્ણવો દર્શન કરી અને પ્રસાદ લઈને પણ પોતાની જાતને ધન્યતા અનુભવે છે ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે તેવી ભાવના સાથે ભગવાનનો પ્રસાદ લેવા આવતા વર્ષે ફરી આવીશું એવું પણ સાંભળવા મળ્યું છે.