Western Times News

Gujarati News

અમદાવાદથી અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ શરૂ થશે

અમદાવાદથી કરમાલી અને અજમેર માટે વિશેષ ટ્રેન રેલવે દોડાવશે

આ ટ્રેન અમદાવાદ-અજમેર સ્પેશિયલ ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ જં. અને બ્યાવર સ્ટેશનો પર રોકાશે.

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોની વધારાની સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી કરમાલી અને અજમેર માટે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરો કૃપા કરીને નોંધ લે કે આ ટ્રેનોમાં લિનન આપવામાં આવશે નહીં. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 09470/09469 અમદાવાદ-કરમાલી-અમદાવાદ સ્પેશિયલ [2 ટ્રિપ્સ]
ટ્રેન નંબર 09470 અમદાવાદ – કરમાલી સ્પેશિયલ અમદાવાદથી તા. 24 જાન્યુઆરી 2023, મંગળવારના રોજ 09.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.25 કલાકે કરમાલી પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09469 કરમાલી – અમદાવાદ સ્પેશિયલ તા. 25 જાન્યુઆરી 2023 બુધવારના રોજ 09.20 કલાકે કરમાલીથી ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે અમદાવાદ પહોંચશે.  માર્ગ માં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુન, સાવરદા, અરવલી રોડ,

સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અદાવલી, વિલવડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, નંદગાંવ રોડ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ અને થિવીમ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટીયર, એસી 3-ટીયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.

1. ટ્રેન નંબર 09411/09412 અમદાવાદ-અજમેર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ટ્રીપ)
ટ્રેન નંબર 09411 અમદાવાદ – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ તા. 23 જાન્યુઆરી, 2023 સોમવારના રોજ અમદાવાદથી 10.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 18.45 કલાકે અજમેર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09412 અજમેર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ, તા. 23 જાન્યુઆરી, 2023, સોમવારના રોજ અજમેરથી 20.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.55 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ જં. અને બ્યાવર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટીયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09470 અને 09411 માટે બુકિંગ 21મી જાન્યુઆરી, 2023 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. રોકાણ અને સંયોજન સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.