મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ આવી પહોંચી સ્પેશિયલ ટ્રેન
અમદાવાદ, વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ માટેની સ્પેશિયલ ટ્રેન આજે વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. મુંબઈથી રાત્રે નિકળેલી ટ્રેન સવારે ૫.૩૦ કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી હતી.
ટ્રેનમાં મુંબઈથી તેમજ અલગ-અલગ જગ્યાએથી દર્શકો મેચ જાેવા મોટી સંખ્યામાં આવ્યા છે. રેલ્વે દ્વારા મેચના દર્શકોને લઈ અનોખું આયોજન કરાયું છે. જે અંતર્ગત મુંબઈ સેન્ટ્રલથી સ્પેશિલ ટ્રેન અમદાવાદ આવી પહોંચી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેગા મુકાબલો રમાશે.
સટ્ટા બજારમાં ભારત મેચ જીતવા હોટ ફેવરીટ છે. દર્શકોને સવારે ૧૦ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જાેવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે.SS1MS