રથ નિર્માણ માટે વપરાય છે ખાસ લાકડાઓ!
અમદાવાદ, ઓડિસાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું વિશાળ મંદિર હિન્દુ ધર્મના ચાર ધામોમાં ગણવામાં આવે છે. દર વર્ષે પુરીમાં અષાઢ માસની શુક્લ પક્ષની બીજ તિથિના રોજ ભગવાન જગન્નાથની રથ યાત્રા નીકળે છે. માન્યતા છે કે આ યાત્રામાં ભગવાન જગન્નાથના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા એમની સાથે વિશાળ રથમાં ગુંડિચા રથમાં જાય છે.
આ જગ્યાને એમની માસીનું નિવાસ પણ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે જગન્નાથ રથયાત્રાનો પર્વ આજે એટલે ૨૦ જૂનના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથના રથ નિર્માણમાં કયા ઝાડની લાકડી વાપરવામાં આવે છે અને શા માટે સોનાની કુહાડીથી કાપવામાં આવે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.
હિંદુ કેલેન્ડર અનુસાર, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજની તિથિએ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. જે ૨૦ જૂન ૨૦૨૩ના રોજ શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે ૨૧ જૂન ૨૦૨૩ના રોજ સાંજે ૭ઃ૦૯ વાગ્યે સમાપ્ત થશે. ભગવાન જગન્નાથ આ દરમિયાન સમગ્ર શહેરની યાત્રા કરશે અને ત્યારબાદ આ ભવ્ય રથયાત્રા ગુંડીચા મંદિરમાં વિશ્રામ કરશે.
ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા રથનું નિર્માણ કાર્ય અક્ષય તૃતીયાના દિવસે શરૂ થાય છે. આ રથના નિર્માણ માટે સૌ પ્રથમ મંદિર સમિતિના લોકો આ અંગેની માહિતી વન વિભાગના અધિકારીઓને મોકલે છે. જે પછી મંદિરના પૂજારીઓ લાકડાની પસંદગી કરે છે અને પછી મહારાણા સમુદાયના લોકો પ્રતીકાત્મક રીતે આ લાકડાને સોનાની કુહાડીથી કાપે છે કરે છે.
સોનાની કુહાડીને સૌપ્રથમ ભગવાન જગન્નાથની મૂર્તિને સ્પર્શ કરવામાં આવે છે. ભગવાન જગન્નાથના ભવ્ય રથની તૈયારીમાં મુખ્યત્વે લીમડા અને હાંસીનાં વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભવ્ય રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે અલગ-અલગ રથ એટલે કે ત્રણ રથ બનાવવામાં આવે છે. આ ત્રણેય રથના નિર્માણ માટે ૮૮૪ વૃક્ષોની ૧૨-૧૨ ફૂટ લાંબી ડાળીઓ જરૂરી છે. આ ડાળીઓમાંથી રથના સ્તંભો બનાવવામાં આવ્યા છે.SS1MS