વડોદરાના આકાશને આંબી વિવિધ પતંગોની ભવ્યતા
(માહિતી) વડોદરા, કોરોના મહામારી બાદ ફરી એક વખત વડોદરાના પતંગ રસીયાઓને આજે આંતરરાષ્ટ્રીય પતંગ કળા અને પરંપરાનો સાક્ષાત્કાર થયો હતો. શહેરના નવલખી મેદાનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લના અધ્યક્ષ સ્થાને સોમવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૯ દેશો અને દેશના ૬ રાજ્યો સહિત ૬૦ થી વધુ જેટલા પતંગબાજાેએ પોતાના પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.
જી-૨૦ થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજાેનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કરતા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો પતંગોત્સવ આજે વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે. આપણા પરંપરાગત ઉત્સવો, તહેવારોને જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય ઉત્સવ તરીકે ઉજવવાની એક આગવી અને નવતર પરંપરા વડાપ્રધાનશ્રીએ આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-૨૦ દેશોની બેઠકોની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે જી-૨૦ ની થીમ આધારિત આ વર્ષના પતંગ મહોત્સવથી ‘વસુધૈવ કુટુંમ્બકમ’ ની ભાવના સાકાર થઈ રહી હોવાનું તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.
ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જાેષીએ વિદેશી પતંગબાજાે અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ ધન્યભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે વડોદરાની ધરતી પર આવા વૈશ્વિક કક્ષાના મહોત્સવ યોજાવા એ ગર્વ અને ગૌરવની વાત ગણાવી શહેરીજનોને અભિનંદન પાઠવીને, આંતરરાષ્ટ્રીય ઉત્સવો હવે વડોદરા શહેરના ઈવેન્ટ કેલેન્ડરની એક વાર્ષિક પરંપરા બની ગયો હોવાનું જણાવ્યું હતું.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે આપણા પરંપરાગત ઉત્સવોને વૈશ્વિક ઓળખ અપાવવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનથી સ્થાનિકો અને વિદેશી પતંગબાજાે વચ્ચે પોતાની આગવી પતંગ સંસ્કૃતિનું આદાનપ્રદાન થાય છે.
વડોદરા શહેરમાં આયોજિત પતંગ મહોત્સવમાં અલજીરીયા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, કંબોલિયા, કોલમ્બીયા, ડેનમાર્ક, ચીલી, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જીયા, ગ્રીસ, જાેર્ડન, ઈટલી, બુલગેરીયા, કોરસ્ટારીકા સહિતના જી-૨૦ દેશોના પતંગબાજાે મળીને કુલ ૧૯ દેશના ૪૨ ચુનીંદા પતંગબાજાેએ ભાગ લીધો હતો. જેના પરિણામે આંતરરાષ્ટ્રીય પતંગકળા અને પરંપરાનો શહેરના પતંગ રસીયાઓને સાક્ષાત્કાર થયો હતો.
તદઉપરાંત આ પતંગ પર્વમાં ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરળ, દિલ્લી, રાજસ્થાન મળીને દેશના ૬ રાજ્યોના ૨૦ પતંગબાજાેએ પોતાના રાજ્યમાં પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. તેની સાથે વડોદરા શહેરના પતંગબાજાે સહિત રાજ્યના વિવિધ શહેરના કાબેલ પતંગબાજાેએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત પહેલા વિદેશી મહેમાનો સહિતના પતંગબાજાેએ ફિટનેસ આઈકન ઉર્વી સાથે ઝૂમ્બા કર્યા હતા. અને ત્યારબાદ ગુજરાતની અસ્મિતા સમા વિશ્વપ્રસિદ્ધ ગરબા નિહાળી ગરબાના તાલે ઘૂમ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મેયર અને ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયાએ વિદેશી પતંગબાજાેને મળીને તેમનું સ્વાગત સહ અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જાેષી, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ,શ્રી ચૈતન્ય દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, શહેર ભાજપ મંત્રીશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી અતુલ ગોર, મનપા કમિશનરશ્રી બંછાનિધિ પાની, ડેપ્યુટી મનપા કમિશનરશ્રી સહિતના અન્ય અધિકારીશ્રીઓ, પૂર્વ મેયરશ્રી ભરતભાઈ ડાંગર, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અલગ-અલગ શાળાના નાના બાળકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.