લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવાને કૂદીને ગેસનો સ્પ્રે કરતા અફરાતફરી
નવી દિલ્હી, દેશની સંસદને સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે અને તેની ૨૨મી વરસીએ જ ત્યાં મોટી સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે. અહીં બે યુવકો લોકસભાની અંદર સાંસદો વચ્ચે દર્શક ગેલેરીમાંથી કૂદી ગયા હતા.
આ સમયે ગૃહની કાર્યવાહી પણ ચાલી રહી હતી જેના લીધે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બંને યુવકોએ સ્મોક બોમ્બ વડે સંસદને હચમચાવી મૂકી હતી. આ બંને શૂઝમાં સ્પ્રે બોમ્બ છુપાવીને લાવ્યા હોવાની માહિતી મળી રહી છે. હવે આ લોકોની ઓળખ થઇ ચૂકી છે.
લોકસભાની અંદર કલર ક્રેકર લઈને પહોંચેલા યુવકનું નામ સાગર શર્મા હોવાનું જણાવાયું છે. જાેકે સાગર ક્યાંનો રહેવાશી છે તેની માહિતી મળી નથી અને તેણે કયા ઉદ્દેશ્યથી આ ઘટનાને અંજામ આપ્યો તે પણ તપાસનો વિષય છે. જ્યારે બીજી યુવકની ઓળખ મનોરંજન તરીકે થઈ હોવાની માહિતી છે.
બીજી બાજુ સંસદની સુરક્ષામાં ચૂક અંગે બુધવારે બે કેસ સામે આવ્યા હતા. એક કેસમાં ગૃહની બહાર પણ બે લોકોએ ‘તાનાશાહી નહીં ચલેગી…’ ની નારેબાજી કરી હતી. આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી જેમાં એક મહિલા સામેલ હતી.
તેણે દેખાવોની શરૂઆત કરતાં જ પોલીસે તેને પકડી લીધી હતી. માહિતી અનુસાર આ મહિલાની ઓળખ નીલમ તરીકે થઈ હતી જે હિસારની વતની છે. જ્યારે તેની સાથે અનમોલ શિંદે નામનો યુવક પણ હતો જે લાતુરનો વતની હતી.
સંસદ બહાર પકડાયેલી મહિલાએ દેખાવો કરતી વખતે કહ્યું હતું કે મારું નામ નીલમ છે. ભારત સરકાર જે અમારા પર અત્યાચાર કરી રહી છે, લાઠીચાર્જ કરી રહી છે. અમને જેલમાં પૂરી દેવામાં આવી રહ્યા છે. ટોર્ચર કરવામાં આવી રહ્યા છે.
અમારી પાસે અવાજ ઊઠાવવા બીજું કોઈ માધ્યમ નથી. અમે કોઈ સંગઠન સાથે સંકળાયેલા નથી. આ તાનાશાહી બંધ થવી જાેઈએ.
લોકસભાની સુરક્ષામાં આજે મોટી ખામી બહાર આવી હતી જેમાં સંસદની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સીધા નીચે કૂદી પડ્યા હતા અને ગેસનો સ્પ્રે કરવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક ઘૂસી આવેલા લોકોને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા છે જેના કારણે ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.
પકડાયેલા બે લોકો પાસેથી ટિયર ગેસના સેલ મળી આવ્યા છે. ૨૨ વર્ષ અગાઉ પણ સંસદ પર હુમલો થયો હતો જે જીવલેણ સાબિત થયો હતો. સંસદ પરના હુમલાની ૨૨મી વર્ષગાંઠ નિમિત્તે આ આઘાતજનક અને ચિંતાજનક ઘટના બની છે જેમાં પ્રેક્ષક ગેલેરીમાં હાજર રહેલા બે લોકો અચાનક કૂદીને નીચે ઉતરી આવ્યા હતા અને ગભરાટ ફેલાવી દીધો હતો.
આ બંને શખસો લોકસભામાં ઉતરી આવ્યા બાદ બેફામ દોડાદોડી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી અને તમામ સાંસદો બહાર નીકળી ગયા હતા.
નીલમ અને અમોલ શિંદે નામના બે યુવાનોને પકડવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ યુવાનો કેવી રીતે ઘૂસ્યા, તેમનો ઈરાદો શું હતો અને સુરક્ષા એજન્સીઓના ચેકિંગમાં ક્યાં ખામી રહી ગઈ તેની તપાસ કરવામાં આવશે. બંને યુવાનોને ચાલુ કાર્યવાહીએ ઉપરની વિઝિટર ગેલેરીમાંથી કૂદકો માર્યો હતો જેની સિક્યોરિટી એજન્સીઓએ કલ્પના પણ કરી ન હતી.
જાે બંને પાસે શસ્ત્રો હોત તો આ ઘટના કેટલી ગંભીર બની શકી હોત તેનો અંદાજ આવે છે. બંને યુવાનો કોઈ પોલિટિકલ વિચારધારા સાથે સંબંધ ધરાવે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે તથા તેમને ભૂતકાળનો રેકોર્ડ જાેવામાં આવશે.
વિઝિટર તરીકે આવેલા બે લોકોમાંથી એક વ્યક્તિએ વાદળી કલરનું જેકેટ પહેર્યું હતું. સુરક્ષા કર્મચારીઓએ તેને તરત પકડી લીધી હતો અને પૂછપરછ શરૂ કરી હતી. બહાર આવેલા સાંસદોએ જણાવ્યું કે ઘૂસણખોર વ્યક્તિ કોઈ ગેસનો સ્પ્રે કરી રહ્યો હતો.
લોકસભામાં આજે પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદ ખેગમ મુર્મુ બોલી રહ્યા હતા ત્યારે ઘૂસણખોર આવી પહોંચ્યો હતો. તેના કારણે ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરે જણાવ્યું કે બંને યુવાનોની વય ૨૦ વર્ષની આસપાસ હતી.
તેમની પાસે સ્પ્રે કરી શકાય તેવા કેન હતા જેમાંથી પીળા રંગનો ધૂમાડો નીકળતો હતો. તેમાંથી એક વ્યક્તિએ અધ્યક્ષની ચેર તરફ દોડી જવાનો પ્રાસ કર્યો હતો. આજથી બરાબર ૨૨ વર્ષ અગાઉ ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ પણ સંસદ ભવન પર હુમલો થયો હતો જેના છેડા પાકિસ્તાની ત્રાસવાદીઓ સુધી પહોંચ્યા હતા.
વિઝિટર ગેલેરીમાંથી લોકો આવી રીતે સદનમાં ઉતરી આવ્યા તેને સુરક્ષા વ્યવસ્થાની મોટી નિષ્ફળતા તરીકે જાેવામાં આવે છે. સમાજવાદી પાર્ટીએ કહ્યું કે સરકારે આ બાબત પર ધ્યાન આપવું જાેઈએ. કોઈને ખબર નથી કે કોણ ઘૂસી આવ્યું છે અને કોણ તેનો ટાર્ગેટ બની શકે છે. SS2SS