યુવાનોનું ‘બ્રેઇનવોશ’ કરતા આતંકવાદી સંગઠનોનાં ભાષણો ગંભીર: દિલ્હી હાઇકોર્ટ
નવી દિલ્હી, નિર્દાેષ યુવાનોનું ‘બ્રેઇનવોશ’ કરી તેમને દેશવિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવતા ભાષણો સામે આંખ આડા કાન કરી શકાય નહીં.
દિલ્હી હાઈકોર્ટે આવી ટિપ્પણી સાથે આતંકવાદ માટે દોષિત આરોપી મોહમ્મદ અબ્દુલ રહેમાનની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટની જજ પ્રતિભા સિંઘ અને અમિત શર્માની બેન્ચે અલકાયદાની ભારતીય શાખા સાથે કથિત રીતે જોડાયેલા રહેમાનને આતંકવાદ વિરોધી ‘અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ થયેલી સજા તેમજ સાત વર્ષ અને પાંચ મહિનાની જેલના ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત્ રાખ્યો હતો.
કોર્ટના આદેશમાં જણાવ્યા અનુસાર “નિર્દાેષ યુવકોને દેશ સામેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ભરતી કરવાના પ્રયાસને પગલે અપાતા ભાષણોને બિલકુલ હળવાશથી લઇ શકાય નહીં. અત્યારે આતંકવાદ માટેનો કોઇ ચોક્કસ કાયદો નહીં હોવાને કારણે આવા ભાષણો ગંભીરતાથી લેવા જરૂરી છે.”
અરજદારે દલીલ કરી હતી કે, “મને આતંકવાદી પ્રવૃત્તિઓની તૈયારી કરવા માટે અને તેના માટે લોકોની ભરતી કરવા ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો, પણ મેં આવી પ્રવૃત્તિ કરી હોવાના કોઇ પુરાવા નથી.” જોકે, કોર્ટે જણાવ્યું હતું કે, “આતંકવાદી પ્રવૃત્તિની વ્યાખ્યા વ્યાપક છે.
જેમાં આતંકવાદી સંગઠનો દ્વારા કરાતા ષડયંત્ર અને આતંકવાદી સંગઠનોને ટેકો આપતા સંબંધિત વ્યક્તિઓનો સમાવેશ કરવા વ્યાખ્યા પૂરતી છે. કાયદાની જોગવાઇ હેઠળ આતંકવાદના ચોક્કસ કાયદાની જરૂર નથી.”હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો.
પુરાવા દર્શાવતા હતા કે રહેમાન અન્ય આરોપી સાથે સઘન સંબંધ ધરાવતો હતો અને બંને મોટા નેટવર્કનો ભાગ હતા. આ નેટવર્ક ઉશ્કેરણીજનક ભાષણો, વાંધાજનક સામગ્રીનો પ્રચાર કરતું હોવાનો આરોપ છે અને તેને પાકિસ્તાન સ્થિત સંસ્થાઓ સાથે સંબંધો છે.
નેટવર્ક પર પાકિસ્તાનમાં ગુપ્ત મીટિંગો કરવાનો, આતંકવાદી પ્રવૃત્તિ માટે લોકોને ભરતી કરવાનો તેમજ ભારત અને તેના રાજકીય નેતાઓની વિરુદ્ધ નફરત ફેલાવવા સહિતની પ્રવૃત્તિનો આરોપ છે.SS1MS