૧૪ વર્ષના છોકરો “નેશનલ સ્પેલિંગ બી” સ્પર્ધામાં 41 લાખ રૂપિયા જીત્યો
ફ્લોરિડામાં રહેતા ૧૪ વર્ષના દેવ શાહે નેશનલ સ્પેલિંગ બીનો ખિતાબ જીત્યો
ફ્લોરિડા, અમેરિકાના ફ્લોરિડામાં રહેતા ૧૪ વર્ષના દેવ શાહે ‘નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો છે. ગુરુવારે રાત્રે ૨૦૨૩ સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ટાઇટલ જીતનાર દેવ શાહને ઇનામ તરીકે ૫૦,૦૦૦ ડોલર (આશરે રૂ. ૪૧ લાખ) મળ્યા હતા. દેવ શાહે સેમોફાઈલનો સાચો સ્પેલિંગ જણાવીને ખિતાબ જીત્યો હતો.
આ પ્રસંગે દેવ શાહે જણાવ્યું હતું કે મારા પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે. તે માની શકતો નથી કે આ ટાઇટલ તેના નામે થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે દેવ શાહ માટે નેશનલ સ્પેલિંગ બી ટાઈટલ જીતવાની આ ત્રીજી અને છેલ્લી તક હતી. મેરીલેન્ડમાં આ સ્પર્ધા જીત્યા બાદ દેવ શાહે કહ્યું, શું તે સાચું છે!
“P-S-A-M-M-O-P-H-I-L-E”
Watch the moment Dev Shah, an eighth grader from Florida, won the Scripps National Spelling Bee — and $50,000 — by correctly spelling “psammophile.”https://t.co/P3qoJ5I37n pic.twitter.com/Yujouoh9Mn
— The New York Times (@nytimes) June 2, 2023
મારા પગ હજુ પણ ધ્રૂજી રહ્યા છે. દેવ શાહે જણાવ્યું કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે તે પ્રાદેશિક ‘સ્પેલિંગ બી’ સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ સખત મહેનતથી તેણે આ વર્ષે ‘સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી’નો ખિતાબ જીત્યો.