Western Times News

Gujarati News

દર મહિને ડ્રગ્સ પાછળ ખર્ચે છે ૧.૨૭ લાખ રૂપિયા

નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની પાસે રહેવા માટે ઘર અને જીવન જીવવા માટે પૂરતા પૈસા નથી. આવી સ્થિતિમાં તેઓ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે.

ભાગ્યે જ તમે એવા કોઈ વ્યક્તિને જાણતા હશો, જે આટલું બધું હોવા છતાં પણ રસ્તા પર ભીખ માંગે છે અથવા તો અહીં-તહીં સૂવાની જગ્યા શોધતો રહે છે. વ્યક્તિ પાસે તૈયાર મકાન છે અને તેને દર મહિને ઓછામાં ઓછા ૧.૨૭ લાખ રૂપિયા ભાડા તરીકે મળે છે.

આ હોવા છતાં, તે પોતે શેરીઓમાં ભીખ માંગે છે અને સ્ટેશન પર રાત વિતાવે છે. આ વાર્તા ડોમ નામના એક વ્યક્તિની છે, જે ૫ કરોડની સંપત્તિનો માલિક છે, તેમ છતાં તે સુખ અને શાંતિથી જીવન જીવી શકતો નથી. LADbibleના અહેવાલ મુજબ, ડોમની માલિકીની મિલકત ૫ કરોડ રૂપિયાથી વધુ છે અને તે ઈચ્છે તો અહીં આરામથી રહી શકે છે.

જાેકે, આમ કરવાને બદલે ડોમને લંડનમાં આ ઘર ભાડે રાખીને દર મહિને ભારતીય ચલણમાં ફ્ર૧,૩૦૦ એટલે કે ૧.૨૭ લાખ રૂપિયા મળે છે. તમે વિચારતા હશો કે આ પૈસા સામાન્ય જીવન જીવવા માટે પૂરતા છે, પરંતુ ડોમ તમામ પૈસા ડ્રગ્સ પાછળ ખર્ચે છે. તેને ખૂબ જ નાની ઉંમરે ડ્રગ્સની લત લાગી ગઈ હતી અને ૧૮ વર્ષની ઉંમરે તે દારૂ અને ડ્રગ્સમાં ડૂબી ગયો હતો.

ડોમે લગભગ ૭ વર્ષ પુનર્વસન કેન્દ્રમાં વિતાવ્યા અને તે સુધરતો રહ્યો. જાે કે, તેને ફરીથી હેરોઈનની લત લાગી ગઈ અને આજે સ્થિતિ એવી છે કે તે તેના પિતાના ત્યજી દેવાયેલા મકાનમાંથી ભાડું લે છે અને ડ્રગ્સ પાછળ પણ ખર્ચ કરે છે.

તેને લંડનમાં ભીખ માંગીને રોજના ૨૦ થી ૩૦ હજાર રૂપિયા મળે છે, જે તે નશામાં ખર્ચે છે અને સ્ટેશનની બહાર સૂઈ જાય છે. તે વ્યક્તિ જાણે છે કે તેના ઘરની કિંમત ૫ કરોડથી વધુ છે, પરંતુ તે તેને વેચી રહ્યો નથી કારણ કે તે આ પૈસા ડ્રગ્સમાં પણ ખર્ચ કરશે. આ વાત તેણે ધ ટેબૂ રૂમને આપેલા ઈન્ટરવ્યુમાં કહી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.