Western Times News

Gujarati News

SPGનો ઉપયોગ સ્ટેટસ સિમ્બોલ માટે થઇ શકે નહીં.

નવીદિલ્હી: લોકસભા બાદ રાજ્યસભામાં પણ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) સુધારા બિલને મંજુરી આપી દેવામાં આવી છે. બિલ ઉપર ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના આરોપો અને આશંકાઓ સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. કોંગ્રેસના એક એક આરોપોના જારદાર જવાબ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, એસપીજી સુરક્ષાને લઇને કોંગ્રેસ પાર્ટીએ જિદ્દી વલણ કેમ અપનાવ્યું છે તે બાબત સમજાતી નથી. એસપીજીનો ઉપયોગ સ્ટેટસ સિમ્બોલ માટે થઇ શકે નહીં. શાહે કહ્યું હતું કે, ગાંધી પરિવારની સુરક્ષા દૂર કરવામાં આવી નથી બલ્કે બદલી નાંખવામાં આવી છે.

આ ગાળા દરમિયાન તેમને ભાજપ અને સંઘ કાર્યકરોની રાજકીય હત્યાને લઇને ડાબેરીઓ ઉપર પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસી સભ્યોના વોકઆઉટ વચ્ચે આજે મંગળવારના દિવસે આ બિલ રાજ્યસભામાં પાસ થઇ ગયું હતું. આનો મતલબ એ થયો કે, હવે એસપીજીની સુરક્ષા માત્ર વડાપ્રધાન અને તેમના નજીકના પરિવારના સભ્યો તથા પૂર્વ વડાપ્રધાનો તેમજ તેમના પરિવારના સભ્યોને મળશે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, બિલને વાંચી લીધા બાદ ુપણ સભ્યોમાં કેટલીક બાબતોને લઇને ભ્રમની સ્થિતિ છે. મિડિયામાં પણ ભ્રમની સ્થિતિ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, આ બિલને એક પરિવારને ધ્યાનમાં લઇને લાવવામાં આવ્યું છે.

ગાંધી પરિવારના ત્રણ સભ્યોને ધ્યાનમાં લઇ આ બિલ લાવવામાં આવ્યું છે પરંતુ હકીકતમાં ગાંધી પરિવારને ધ્યાનમાં લઇને આ બિલ લાવવાના આરોપો
આધારવગરના છે. ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા અને આ બિલ વચ્ચે કોઇપણ પ્રકારના સંબંધ નથી. ગાંધી પરિવાર પર સ્ટેટસ સિમ્બોલ માટે એસપીજી સુરક્ષા રાખવાના આરોપ લગાવતા અમિત શાહે કહ્યું હતું કે, એસપીજી એક્ટમાં ચાર વખત સુધારા કરવામાં આવી ચુક્યા છે. આ પાંચમી વખત સુધારા કરાયા છે. પાંચમી વખત સુધારા કોઇ પરિવારને ધ્યાનમાં લઇને કરાયા નથી.

આ પહેલા જ સમીક્ષા કરીને તેમને એસઆરપીએફ ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. જેએએસએલ અને એમ્બ્યુલન્સ સાથે હોય છે. આ ચોવીસ કલાકની સુરક્ષા છે. કોઇપણ વ્યક્તિને  આપવામાં આવેલી સૌથી મોટી સુરક્ષા છે. અમિત શાહે કહ્યું હતું કે, સુરક્ષા ક્યારે પણ સ્ટેટસ સિમ્બોલ હોઈ શકે નહીં. એસપીજી કેમ હોઈ શકે છે.

દેશના વડાપ્રધાનથી વધારે કોઇ સામાન્ય વ્યક્તિને ખતરો હોઈ શકે છે. રામ મંદિર આંદોલનના સમયે અશોક સિંઘલને તત્કાલિન વડાપ્રધાન કરતા પણ વધારે ખતરો હતો પરંતુ તેમને એસપીજીની સુરક્ષા અપાઈ ન હતી. એસપીજી વડાપ્રધાન માટે બની છે. હવે કોઇ વડાપ્રધાન રહેતા નથી ત્યારે એસપીજી સુરક્ષા મળશેતેવી વાત ચાલતી નથી. મોદી દેશના વડાપ્રધાન છે જેથી તેમને એસપીજી સુરક્ષા મળશે જ્યાં ખતરાની વાત છે ગાંધી પરિવાર જ કેમ. ૧૩૦ કરોડ નાગરિકોની સુરક્ષા જવાની જવાબદારી સરકાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.