ગુજરાતમાં સ્પાઇસ મનીનું અધિકારી નેટવર્ક 9.9% વધ્યું
ગ્રામીણ ફિનટેક વૃદ્ધિમાં નવો માપદંડ સ્થાપિત કર્યો
ઊભરતા ભારત માટે નેનોપ્રેન્યોર્સ ઊભા કરવા પર નવેસરથી ધ્યાન આપીને સ્પાઇસ મની ગુજરાતમાં તેના મર્ચન્ટ્સને સક્રિયપણે સશક્ત બનાવી રહી છે અને રોજગારીની તકો વધારી રહી છે
અમદાવાદ, ભારતની બેંકિંગ કામગીરીમાં ક્રાંતિ લાવનાર દેશની અગ્રણી રૂરલ ફિનટેક સ્પાઇસ મની (ડિજિસ્પાઇસ ટેક્નોલોજીસની પેટાકંપની) ગુજરાતમાં તેની સ્પાઇસ મની ગેરંટી ડ્રાઇવ સાથે એક મહત્વાકાંક્ષી સફર શરૂ કરવા માટે તૈયાર છે. આ વ્યૂહાત્મક પહેલ 21 શહેરોમાં ભાગીદારીને મજબૂત બનાવવા તથા ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે સંકળાવાનો ધ્યેય રાખે છે જેથી તેના નેનોપ્રેન્યોર સમુદાય માટે વધુ ઇન્ટરકનેક્ટેડ ઇકોસિસ્ટમ ઊભી કરી શકાય.
છેલ્લા એક વર્ષમાં સ્પાઇસ મનીએ તેના અધિકારી નેટવર્કના મજબૂત વિસ્તરણ સાથે ગુજરાતમાં 17.46 અબજની નોંધપાત્ર ગ્રોસ ટ્રાન્ઝેક્શન વેલ્યુ (જીટીવી) નોંધાવી છે. નેનોપ્રેન્યોર્સના આ નેટવર્કમાં 2022થી 2023 દરમિયાન નોંધપાત્ર 9.9%નો વધારો નોંધાયો છે જેનાથી 16.54 મિલિયન વ્યવહારો થયા છે જે નાણાંકીય સુલભતા વધારવામાં સ્પાઇસ મનીની મહત્વની ભૂમિકા દર્શાવે છે.
5,056 ગામોમાં લગભગ 14.5 લાખ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડીને સ્પાઇસ મની નાણાંકીય સશક્તિકરણ તથા સમાવેશકતાને આગળ લઈ જવામાં વિશ્વસનીય ભાગીદાર બની છે. 1.3 મિલિયનથી વધુ અધિકારીઓના નેટવર્ક સાથે ગુજરાત આ નેનોપ્રેન્યોર્સના 1.99%નું ગર્વભેર પ્રદાન કરે છે જે સ્પાઇસ મનીની નાણાંકીય ક્ષેત્રે પરિવર્તનકારી અસરને દર્શાવે છે.
સ્પાઇસ મની ગેરંટી ડ્રાઇવ કેમ્પેઇન થકી સ્પાઇસ મની તેના વ્યાપક નેટવર્કમાં ઊંડા જોડાણ કરવા માટે તૈયાર છે. તેનો ધ્યેય સહયોગી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો, નેનોપ્રેન્યોર સમુદાયને સાથે આવવા માટે તકો પૂરી પાડવાનો, ઇનસાઇટ વહેંચવાનો તથા સ્પાઇસ મનીના નવીનતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સની સફળતા માટે જોડાણોને મજબૂત બનાવવાનો છે.
કંપની નેનોપ્રેન્યોર્સ માટે ઊભરતી ઇકોસિસ્ટમનું જતન કરવા માટે વ્યૂહાત્મક રીતે ધ્યાન આપી રહી છે અને અધિકારી પાસેથી નાણાંકીય જ્ઞાનના પ્રવાહને બહોળા સમુદાય સુધી પહોંચાડે છે. વધુ સમાવેશક ઇકોસિસ્ટમ ઊભી કરવાની આ પ્રતિબદ્ધતા મહિલા અધિકારીઓની નિયુક્તિ પર વિશેષ ધ્યાન પરથી સાબિત થાય છે જે તેના નેટવર્કમાં લિંગ વિવિધતાને પ્રોત્સાહન આપે છે.
સ્પાઇસ મની આસિસ્ટેડ પેમેન્ટ સર્વિસીસથી તેની સેવાઓને વિસ્તારીને બેંકિંગ સોલ્યુશન્સની વ્યાપક રેન્જ ઓફર કરે છે. આ પરિવર્તનમાં ચાલુ અને બચત ખાતા ખોલવા, નેનોપ્રેન્યોર્સ માટે ગોલ લોન્સ અને કેશ કલેક્શન સર્વિસીઝનો સમાવેશ થાય છે. આ બહુમુખી અભિગમ ઊભરતા ભારતમાં અસરકારક નાણાંકીય સમાવેશ લાવવા માટે સ્પાઇસ મનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ વૃદ્ધિ સાથે સ્પાઇસ મનીએ મહત્વની પ્રોડક્ટ્સમાં નોંધપાત્ર ટ્રેક્શન જોયું છે. ગયા વર્ષ સુધીમાં આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ્સ (એએઈપીએસ) માટે કુલ 225.79 મિલિયન વ્યવહારો થયા છે. કેશ મેનેજમેન્ટ સિસ્ટમ, ડાયરેક્ટ મની ટ્રાન્સફર, મિની-એટીએમ અને ભારત બિલ પેમેન્ટ સર્વિસીઝ સાથે એઈપીએસ પ્રદેશમાં સ્પાઇસ મનીની સફળતાના પુરાવા તરીકે ઊભરી આવી છે.
ગુજરાતમાં તેની સફળતાની વાર્તા સ્પાઇસ મનીની પ્રતિબદ્ધતાને જ નહીં પણ પ્રદેશમાં ડિજિટલ કામગીરીને અપનાવવા માટેની મોકળાશને પણ રજૂ કરે છે. નાણાંકીય સમાવેશકતાને આગળ લઈ જવામાં સ્પાઇસ મનીના પ્રયાસો માટે ગુજરાત એક ઉત્તમ સ્થળ સાબિત થયું છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં 57.4 ટકા લોકો રહે છે (2011ની વસ્તીગણતરી મુજબ).
સ્પાઇસ મનીના સ્થાપક દિલીપ મોદીએ જણાવ્યું હતું કે “ગુજરાતે ભારતમાં સ્પાઇસ મનીની વૃદ્ધિની સફરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અધિકારી નેટવર્કનું અભૂતપૂર્વ વિસ્તરણ અને ડિજિટલ ફાઇનાન્શિયલ સર્વિસીઝમાં વધારાથી ડિજિટલ યુગમાં પ્રવેશવાની પ્રદેશની તૈયારી સ્પષ્ટ જણાઈ આવે છે. અમારી ડિજિટલ બેંકિંગ સુવિધાથી અમારા નેનોપ્રેન્યોર્સે ગુજરાતના પરંપરાગત રીતે વંચિત વિસ્તારોમાં નાણાંકીય સમાવેશમાં પહેલ આદરી છે જે વ્યક્તિગત સ્વાવલંબન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. ગ્રામીણ નેનોપ્રેન્યોર્સને સશક્ત બનાવવા તથા દેશના છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને આજીવિકાની તકો પૂરી પાડવા માટે અમારી પ્રતિબદ્ધતા અડગ છે.”