Western Times News

Gujarati News

ગુજરાતમાં મસાલાઓના ભાવ આસમાને પહોંંચ્યા

અમદાવાદ, હવે તીખુ તમતમતું ભોજન ખાવું વધુ મોંઘુ બની શકે છે. ઉનાળો આવી ગયો છે ત્યારે મોટાભાગના પરિવારો એકસાથે મરચા, મસાલા ભરતા હોય છે. જાેકે હવે મસાલા ભરવા જતા હોવ તો બજેટ વધારવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે ઓછા ઉત્પાદનના કારણે મસાલાઓની કિંમત સતત વધતી જાેવા મળી રહી છે. Spice prices Hiked

ચોંકાવનારી વાત તો એ છે કે ડ્રાયફ્રુટ્‌સ કરતા તો મસાલા મોંઘા થઈ ગયા હોય એમ લાગે છે. કાશ્મીરી લાલ મીર્ચના ભાવ આસમાને પહોંચી જતા શું વાનગીઓનો રંગ ફિક્કો પડી જશે? જાણો અત્યારે કેટલો ભાવ છે અને કેમ સતત વધી રહ્યો છે. દાખલા તરીકે,

કાશ્મીરી લાલ મરચા જે તમારી વાનગીઓમાં રંગ અને સ્વાદ ઉમેરે છે તેની કિંમત રૂ. ૮૫૦ પ્રતિ કિલો છે, જે અત્યારે બદામ કરતાં પણ વધુ છે. બદામની કિંમત પર નજર કરીએ તો એ આશરે ૭૫૦ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાય છે. એવી જ રીતે, જીરું (જીરા) કે જે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા અન્ય મસાલામાં સમાવિષ્ટ છે તેની કિંમત પણ છૂટક બજારમાં ૬૦૦ રૂપિયા પ્રતિ કિલો છે, જે કિસમિસની કિંમતને ઓવરટેક કરી દે છે.

ઉલ્લેખનીય છે કે કિસમિસની કિંમત આશરે ૪૫૦ રૂપિયા પ્રતિ કિલો રૂપિયા છે. હવે આ ભાવ જાણીને તો એવો જ સવાલ થાય છે કે શું સ્વાદિષ્ટ કઢી બનાવવી હવે ડ્રાયફ્રુટનો હલવો તૈયાર કરવા કરતા પણ વધારે ખર્ચાળ બનશે? નિષ્ણાતોના મતે અત્યારે જે કમોસમી વરસાદ ખાબક્યો છે એના કારણે પાકને માઠી અસર થઈ છે.

આ દરમિયાન પાકને નોંધપાત્ર નુકસાન પણ વેઠવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે આની સીધી અસરના કારણે ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી– ઊંઝાના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, “આ વર્ષે લાલ મરચાં અને જીરાના ભાવમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે.

ગયા વર્ષે જીરુંના રૂ. ૩૨૫ પ્રતિ કિલોના ટોચના ભાવની સામે આ વર્ષે ભાવ રૂ. ૪૫૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આ વર્ષે, અમે અપેક્ષા રાખીએ છીએ કે જીરુંનો પુરવઠો લગભગ ૮૦ લાખ બેગની માંગ સામે લગભગ ૫૦ લાખ બેગને સ્પર્શે. ” કૃષિ નિષ્ણાતો સૂચવે છે કે સીરિયા અને તુર્કી જીરુંના પાકની ખેતી કરે છે, પરંતુ આ વર્ષે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે ગુણવત્તા પર અસર થઈ છે.

મધુપુરા સ્પાઈસ માર્કેટના અંદાજા પ્રમાણે કાશ્મીરી લાલ ર્મિચનો ભાવ ગત વર્ષે ૫૦૦ રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને આ વર્ષે ૮૫૦ રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયો છે. ઓલ ઈન્ડિયા સ્પાઈસ એક્સપર્ટના સેક્રેટરી હિરેન ગાંધીએ કહ્યું કે આવું પહેલીવાર થયું છે જ્યારે મસાલાઓના ભાવ ડ્રાયફ્રુટ્‌સની કિંમતને પણ વટાવી ચૂક્યા છે. ભારતમાં મરચાના ઉત્પાદનના મુખ્ય રાજ્યોમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

જાેકે આ વર્ષે લગભગ ૩૫% પાકોને નુકસાન પહોંચ્યું હોવાથી આયાત અને નિકાસમાં પણ આડકતરી અસર થઈ છે. પાકની વધતી જતી માગને કારણે હવે ભાવ આસમાને પહોંચી ગયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.