Western Times News

Gujarati News

સ્પાઇસજેટે અમદાવાદથી અન્ય કેન્દ્રોમાં રેકોર્ડ 418 ટન કાર્ગોનું વહન કર્યું

ભારતની સૌથી મોટી એર કાર્ગો ઓપરેટર અને એકમાત્ર સ્થાનિક એરલાઇન સ્પાઇસજેટ પ્રતિબદ્ધ ફ્રેઇટરનો કાફલો ધરાવે છે, જેણે એના પ્રતિબદ્ધ ફ્રેઇટર વિમાનો અને પેસેન્જર વિમાનોના કાફલાનો ઉપયોગ કરીને અમદાવાદથી અન્ય કેન્દ્રોમાં અને અન્ય કેન્દ્રોમાંથી અમદાવાદમાં રેકોર્ડ 418 ટન કાર્ગોનું પરિવહન કર્યું છે. સાથે સાથે સ્પાઇસજેટે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તળો સુધી વિવિધ કાર્ગો ફ્લાઇટ પણ ઓપરેટ કરી છે. એરલાઇને 25 માર્ચ, 2020થી અમદાવાદથી અન્ય કેન્દ્રોમાં અને અન્ય કેન્દ્રોમાંથી અમદાવાદમાં કુલ 78 કાર્ગો ફ્લાઇટ ઓપરેટ કરી છે.

સ્પાઇસજેટ માટે અમદાવાદ મુખ્ય કેન્દ્રો પૈકીનું એક છે અને એના પ્રતિબદ્ધ ફ્રેઇટરના કાફલા દ્વારા એરલાઇને સુનિશ્ચિત કર્યું છે કે, લોકડાઉનના ગાળા દરમિયાન પણ આવશ્યક અને તબીબી પુરવઠાની સપ્લાય ચેઇન અકબંધ જળવાઈ રહે.

એરલાઇને 25 માર્ચ, 2020થી અત્યાર સુધી અમદાવાદને અબુ ધાબી, દુબઈ અને કુવૈત સાથે જોડતી 14 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ ઓપરેટ કરી છે તથા આશરે 116 ટન કાર્ગોનું વહન કર્યું છે. સ્પાઇસજેટે અમદાવાદથી અન્ય કેન્દ્રોમાં અને અન્ય કેન્દ્રોમાંથી અમદાવાદમાં આશરે 302 ટન કાર્ગોનું વહન કરતી 64 ડોમેસ્ટિક કાર્ગો ફ્લાઇટ પણ ઓપરેટ કરી હતી. એમાં બાગડોગરા, બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, સુરત જેવા કેન્દ્રોમાં અન્ય સ્થળોમાં અને અન્ય સ્થળોમાંથી આ કેન્દ્રોની ફ્લાઇટો સામેલ છે.

સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અજય સિંહે કહ્યું હતું કે, સ્પાઇસજેટે એનો કાર્ગો કાફલાનો એ સુનિશ્ચિત કરવા અસરકારક રીતે ઉપયોગ કર્યો છે કે આવશ્યક ચીજવસ્તુઓ, કોલ્ડ ચેઇન મેડિકલ સપ્લાય, દવાઓ, મેડિકલ ઉપકરણ અને રાહત સામગ્રીનું શક્ય એટલા ઓછા સમયમાં પરિવહન સુનિશ્ચિત થાય. દેશમાં લોકડાઉનની શરૂઆત થયા પછી અત્યાર સુધી સ્પાઇસજેટે 2570 ફ્લાઇટમાં 18100 ટનથી વધારે કાર્ગોનું પરિવહન કર્યું છે – આ તમામ સ્થાનિક એરલાઇનનાં કુલ કાર્ગો વહનથી બમણું છે. અમે અમારી કાર્ગો અને પેસેન્જર એમ બંને પ્રકારની સેવાઓ માટે અમદાવાદમાં પ્રચૂર સંભવિતતા જોઈએ છીએ તથા અમે આગામી સમયમાં એમાં વિસ્તરણ જાળવી રાખીશું.

તેમણે ઉમેર્યું હતું કે, અમારી કાર્ગો કામગીરીમાં લોકડાઉનના ગાળામાં ઝડપથી વધારો થયો છે. માર્ચના અંતિમ સપ્તાહમાં અમે 100 કાર્ગો ફ્લાઇટ ઓપરેટ કરી હતી. અત્યારે અમે આટલી ફ્લાઇટ બે દિવસમાં ઓપરેટ કરીએ છીએ. સ્પાઇસએક્સપ્રેસને હાલની સ્થિતિએ પહોંચાડવામાં સ્પાઇસજેટનો ઘણો સમય, ઊર્જા અને પુષ્કળ રોકાણ કરવું પડ્યું છે. લોહીના નમૂના જેવી ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં તાપમાન નિયંત્રિત વાતાવરણની જરૂર પડે છે અને અત્યારે સ્પાઇસજેટ એ સુવિધા અમારા બંને વિમાનો અને અમારા ગ્રાઉન્ડ સપોર્ટ વ્હિકલ્સમાં આપે છે. અત્યારે અમે ભારતભરમાં 12,500થી વધારે કેન્દ્રોમાં ચીજવસ્તુઓની ડિલિવરી કરવાની ક્ષમતા  અને અનુભવ ધરાવીએ છીએ. ઉપરાંત અમે અદ્યતન ટેકનોલોજી સ્પાઇસટેગ સાથે અમારા ગ્રાહકોને સપોર્ટ કરીએ છીએ. દરેક ગ્રાહક પ્રતિબદ્ધ કાર્ગો કસ્ટમર સર્વિસ ટીમની સુલભતા ધરાવે છે.

સ્પાઇસજેટ કોવિડ-19 રોગચાળા સામે આ આંતરરાષ્ટ્રીય લડાઈમાં મેડિકલ પુરવઠો, સર્જિકલ સપ્લાય, સેનિટાઇઝર્સ, ફેસ માસ્ક, કોરોનાવાયરસ રેપિડ ટેસ્ટ કિટ, આઇઆર થર્મોમીટર વગેરેનું નિયમિતપણે પરિવહન કરે છે તથા વિવિધ મેડિકલ અને ફાર્મા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય  રિટેલર્સને આવશ્યક પુરવઠો, દવાઓ, તબીબી ઉપકરણ, કોલ્ડ ચેઇન મેડિકલ સપ્લાયની ઘરઆંગણે ડિલિવરી કરે છે. એરલાઇને ભારતીય ખેડૂતોને કૃષિ ઉત્પાદનો, તાજાં ફળફળાદિ અને શાકભાજીઓ વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કેન્દ્રોમાં પહોંચાડવા સ્પેશ્યલ કાર્ગો ફ્લાઇટ ઓપરેટ કરીને સપ્લાય ચેઇનને જાળવી રાખવામાં મદદ પણ કરી છે.

દેશભરમાં લોકડાઉન શરૂ થયા પછી અત્યાર સુધી એરલાઇને એના આંતરરાષ્ટ્રીય કાર્ગો નેટવર્કનું વિસ્તરણ કર્યું છે, જેમાં અબુ ધાબી, અલ્માતી, બગદાદ, બહરિન, બેંગકોક, બિશ્કેક, કમ્બોડિયા, કૈરો, સીબૂ, કોલોંબો, ઢાંકા, દોહા, દુબઈ, ગુઆંગ્ઝો, હો ચિ મિન્હ, હોંગકોંગ, હુંગાગ્ઝો, ઇંચીઓન, જાકાર્તા, કાબુલ, કાઠમંડુ, ખાર્તૂમ, કીર્ગિસ્તાન, કુઆલલુમ્પુર, કુવૈત, માલે, મોસ્કો, મ્યાન્માર, શાંધાઈ, શારજહાં, સિંગાપોર, સુલયમનિયાહ, તાશ્કંદ, યુક્રેન અને અન્ય સ્થળો સામેલ છે. અત્યારે સ્પાઇસજેટના કાર્ગો નેટવર્કમાં 45થી વધારે આંતરરાષ્ટ્રીય સ્થળો સામેલ છે અને એમાં મોટા ભાગનાં લોકડાઉનના ગાળા દરમિયાન ઉમેરાયા છે.

એરલાઇને એની ડેડિકેટેડ કાર્ગો કંપની સ્પાઇસએક્સપ્રેસ વર્ષ 2018માં શરૂ કરી હતી. તાજેતરમાં સ્પાઇસજેટે ત્રણ Q400 પેસેન્જર વિમાનને ફ્રેઇટર્સમાં પરિવર્તિત કર્યા હતા, જે ટિઅર II અને III શહેરોમાં કામગીરી માટે પરફેક્ટ ફિટ છે. અત્યારે એરલાઇન આઠ ફ્રેઇટર વિમાનનો પ્રતિબદ્ધ કાફલો ધરાવે છે.

સ્પાઇસજેટે 7 એપ્રિલના રોજ પેસેન્જર કેબિન અને બેલી સ્પેસમાં મેડિકલ અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાનું ભારતની પ્રથમ કાર્ગો-ઓન-સીટ ફ્લાઇટમાં વહન કર્યું હતું. પછી અત્યાર સુધી અમે B737 અને Q400 પેસેન્જર એમ બંને વિમાનોનાં પેસેન્જર કેબિનમાં નિયમિતપણે કાર્ગોનું વહન કરવા તૈનાત કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.