સ્પિનર શોએબ બશીર બંધ આંખોથી કરી શકે છે બોલિંગ
લંડન, ઈંગ્લેન્ડે ભારતના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ સિરીઝ માટે તેણે ૪ સ્પિનરોને સામેલ કર્યાં છે, જેમાંથી એક છે શોએબ બશીર. આ યુવા મિસ્ટ્રી સ્પિનરને લઈને તેના કોચ સિદ્ધાર્થ લાહિડીનું માનવું છે કે સીનિયર ખેલાડીઓની સાથે હોવું તેના શિષ્ય માટે ખુબ ફાયદાકારક રહેશે, પછી તે આ પ્રવાસે રમે કે નહીં. સમરસેટના ૨૦ વર્ષના ઓફ સ્પિનરને અચાનક મંગળવારે ઈંગ્લેન્ડના પસંદગીકારોએ સીનિયર ટીમમાં સામેલ કરી લીધો, ત્યારબાદ બધા તેની ચર્ચા કરી રહ્યાં છે.
૧૩ ઓક્ટોબર ૨૦૦૩ના જન્મેલો શોએબ બશીર ભારતની સ્થિત અનુકૂળ પરિસ્થિતિઓમાં મજબૂર હથિયાર સાબિત થઈ શકે છે. યુવા ઓફ સ્પિનરે ૧૭ વર્ષની ઉંમરમાં સરેની સાથે પોતાના કરિયરની શરૂઆત કરી અને બર્કશાયર અન્ડર-૧૮ માટે રમ્યો હતો. બશીર ત્યારબાદ સમરસેટ તરફથી રમવા ગયો અને ૧૯ વર્ષની ઉંમરે પ્રથમ શ્રેણીમાં પર્દાપણ કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડના દિગ્ગજ એલિસ્ટર કુકને ન માત્ર પરેશાન કર્યો, પરંતુ આઉટ કરી બધાને ચોકાવી દીધા હતા.
બાળપણથી તેના કોચ રહેલા લાહિડીએ કહ્યું- આ તેના માટે શાનદાર તક છે. ભલે તેને ભારમાં રમવાની તક ન મળે પરંતુ એક મહત્વપૂર્ણ પ્રવાસ પર સીનિયર ખેલાડીઓની સાથે રહેવું તેના માટે ખુબ ફાયદાકારક રહેશે. લાહિડી સર્રેમાં રોયલ્સ એકેડમીના પ્રમુક છે. તેમણે પીટીઆઈને કહ્યું- મને વિશ્વાસ છે કે થોડા વર્ષ પહેલા ઘણાએ તેના ટેસ્ટ ક્રિકેટ રમવા વિશે નહીં વિચાર્યું હોય કારણ કે ત્યારે તે ઉંમર વર્ગના ગ્રુપ ક્રિકેટ માટે એક ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
તેમણે બશીર વિશે વાત કરતા કહ્યું- તે પોતાના ગ્રુપના બધા ખેલાડીઓથી અલગ હતો કારણ કે ક્યારેક તમે રમતનો આનંદ ઉઠાવવાનું બંધ કરી દો છો અને બહારના મુદ્દા જેમ કે ટીમ પસંદગી, અન્ય ખેલાડીઓ સાથે સ્પર્ધા વગેરે મામલામાં ગુંચવાય જાવ છો. લાહિડીએ કહ્યું- પરંતુ શોએબ બોલિંગ કરવાનું પસંદ કરતો હતો. તે આંખ બંધ કરીને પણ તે જગ્યાએ બોલ ફેંકી શકતો હતો, જ્યાં તેણે ફેકવાનો હોય. તે સાંજે પાંચ કલાકે એકેડમી આવતો અને પોતાનું હોમવર્ક ખતમ કરી સીધો નેટમાં પહોંચી જતો.
તેમણે કહ્યું કે ઉભરતા ક્રિકેટરો માટે એકેડમીમાં એક વિશેષ ટ્રેનિંગ કરાવવામાં આવે છે અને બશીર તેમાં ઉત્સુકતાથી ભાગ લેતો. લાહિડીએ કહ્યું- અમે તેને વેરિએબલ વોલ્યૂમ પ્રેક્ટિસ કહીએ જેમાં એક બોલરને જૂનિયર, પોતાની ઉંમરના અને સીનિયર ખેલાડીઓને બોલિંગ કરવાની હોય છે. પરંતુ ક્યારેય શોએબે ફરિયાદ ન કરી કે કોઈ ખેલાડી તેના માટે નબળો કે મજબૂત છે.
તેમણે કહ્યું- તે માત્ર પોતાની એક્શન પર કામ કરતો અને પોતાની લાઇન તથા લેંથને વધુ નિરંતર બનાવવા પર ધ્યાન લગાવતો હતો. કોચને લાગે છે કે બશીરની ઉછેરનું પણ તેમાં યોગદાન રહ્યું જેનો પરિવાર થોડા સમય પહેલા પાકિસ્તાનથી ઈંગ્લેન્ડ આવી ગયો હતો. તેમણે કહ્યું- ઈંગ્લેન્ડમાં સરકારી સ્કૂલના બાળકોને રમતમાં ખાનગી સ્કૂલના બાળકો જેટલો અનુભવ નથી મળતો.
શોએબ જ્યારે નાનો હતો, તે મુશ્કેલી જોઈ ચુક્યો છે. તેમે જોયું કે તેના માતા-પિતા અને કાકાએ તેના આ સપનાને સાકાર કરવા માટે કેટલી આકરી મહેનત કરી છે. તેના કાકા સાજિદનો તેના પર ખુબ પ્રભાવ છે. તેના માતા પણ એકેડમીમાં આવતા હતા. લાહિડીએ કહ્યું- મેં સાજિદ સાથે વાત કરી અને તે રડી રહ્યો હતો, બધા ભાવુક છે.SS1MS