Western Times News

Gujarati News

અમદાવાદમાં વધુ 7 ઓવરબ્રીજ નીચે સ્પોર્ટસ એક્ટિવિટી સેન્ટર તૈયાર કરાશેઃ દેવાંગ દાણી

કેન્દ્રીય ગૃહમંત્રીએ સીમ્સ રેલવે બ્રીજ નીચે તૈયાર કરવામાં આવેલ સ્પોર્ટસ એક્ટિવિટી સેન્ટરનું લોકાર્પણ કર્યું

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રેલવે બ્રીજ અને ફલાયઓવર બ્રીજના અન્ડરપેસમાં સ્પોર્ટસ એક્ટિવીટી માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સીમ્સ રેલવે ઓવરબ્રીજની નીચેના ભાગમાં સ્પોર્ટસ એક્ટિવિટીનું કામ પૂર્ણ થઈ જતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ર૩ જાન્યુઆરીએ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજ પ્રકારે વધુ ૭ બ્રીજ નીચે અલગ અલગ એક્ટિવિટી માટે ટેન્ડર ઈનવાઈટ કરવામાં આવ્યા છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ સીમ્સ રેલવે ઓવરબ્રીજથી સાયન્સ સીટી તરફના સ્પાનમાં ઈન્ડોર સ્પોર્ટસ એક્ટિવટી સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમજ બાકીના સ્પાનમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે પા‹કગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્રીજ નીચેના સ્પાન-૧માં બાસ્કેટ બોલ અને વોલીબોલ, સ્પાન-રમાં ક્રિકેટ અને ફુટબોલ, સ્પાન-૩માં પીકલ બોલ, સ્પાન-૪ અને પ માં ટેબલ ટેનિસ, ચેસ બોર્ડ જેવી ઈન્ડોર ગેમના એરિયા બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત સ્પાન-ર અને ૩ ની વચ્ચે સ્ટોર રૂમ અને ચેનઝીંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. આ અંડરપેસ એરિયામાં તૈયાર કરવામાં આવેલ સ્પોર્ટસ એક્ટિવિટી સેન્ટરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. તે સમયે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘી પણ ઉપસ્થીત રહ્યા હતા.

મ્યુનિ. સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલાના જણાવ્યા મુજબ સીમ્સ રેલવે ઓવરબ્રીજની જેમ જ દિનેશ ચેમ્બર ફલાય ઓવર, રાજેન્દ્ર પાર્ક ફલાય ઓવર, ઘોડાસર ફલાય ઓવર, અંજલી ફલાય ઓવર, લાડલાપીર રેલવે ઓવરબ્રીજ, ગુરૂજી રેલવે ઓવરબ્રીજ, ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રીજના અંડરપેસમાં પણ સ્પોર્ટસ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે.

જેમાં લેન્ડસ્કેપ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, બોક્ષ ક્રિકેટ, ઈન્ડોરગેમ, ફુડ સ્ટોલ વગેરે પણ તૈયાર કરવામાં આવશે. સદર કામગીરી માટે એઆરસી ટેન્ડર ઈન્વાઈટ કરવામાં આવ્યા છે. એસ.જી. હાઈવે પર પેલેડીયમ મોલ પાસે તથા કારગીલ જંકશન પાસે હાઈવે ઓથોરીટીની મંજુરી મળ્યા બાદ પ્લાનીંગ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.