ભૂમિ પેડનેકર kromkaya સલૂન બહાર થઈ સ્પોટ
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર મુંબઈના જાણીતા સલૂન બહાર જાેવા મળી હતી. એક્ટ્રેસને જાેતાં જ ત્યાં હાજર ફોટોગ્રાફર ઘેરી વળ્યા હતા. એક્ટ્રેસ સલુન બહાર તેના ફેંસ સાથે સેલ્ફી પણ પડાવી હતી. કરણ બુલાની દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘થેંક્સ ફોર કમિંગ’ માટે દરેક લોકો ઉત્સાહિત છે.
આમાં ભૂમિ પેડનેકર જેવી ઘણી અભિનેત્રીઓ લીડ રોલમાં જાેવા મળશે. થોડા દિવસો પહેલા ‘થેંક્સ ફોર કમિંગ’ના ફર્સ્ટ લુકએ સર્વત્ર સનસનાટી મચાવી દીધી હતી. ત્યારથી ભૂમિ પેડકરની આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. હવે ભૂમિએ ‘થેંક્સ ફોર કમિંગ’ના ટ્રેલર રિલીઝને લઈને મોટો ખુલાસો કર્યો છે.
અભિનેત્રીએ મંગળવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું. થેન્ક યુ ફોર કમિંગ’ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જેમાં ભૂમિ પેડનેકર સિવાય કુશા કપિલા, શહેનાઝ ગિલ, શિબાની બેદી, ડોલી સિંહ, અનિલ કપૂર અને કરણ કુન્દ્રા જેવા કલાકારો છે.SS1MS