Western Times News

Gujarati News

ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરતા H1B વિઝાધારકોના જીવનસાથી કામ કરી શકશે

એચ-૧બી વિઝા પ્રોગ્રામ એટલા માટે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી વિદેશના સ્કીલ્ડ વર્કર્સ અમેરિકા આવે -એચ-૧બી અંગેની ગુંચવણ અમેરિકન કોર્ટે દૂર કરી

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકામાં કામ કરતા એચ-૧બી વિઝાધારકોના સ્પાઉઝ (પતિ કે પત્ની)ને કયા અધિકારો હોય છે તે અંગેની ગુંચવણ એક અમેરિકન કોર્ટે દૂર કરી છે. એક જજે આદેશ આપ્યો છે કે અમેરિકામાં ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરતા એચ-૧બી વિઝાધારકોના જીવનસાથી પણ અમેરિકામાં કામ કરી શકે છે. Spouses of H1B visa holders working in the technology sector will be able to work

તેના કારણે યુએસમાં કામ કરતા વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને ભારતીયોને બહુ મોટી રાહત મળી છે. એચ-૧બી વિઝા પ્રોગ્રામ એટલા માટે તૈયાર કરવામાં આવ્યો છે જેથી વિદેશના સ્કીલ્ડ વર્કર્સ અમેરિકા આવે અને અમેરિકન કંપનીઓમાં કામ કરી શકે. અમેરિકાએ અત્યાર સુધીમાં એચ-૧બી વિઝાધારકોના પતિ કે પત્નીઓને એક લાખ ઓથોરાઈઝેશન ઈશ્યૂ કર્યા છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીયો છે.

બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ હતા ત્યારે એચ-૧બી વિઝા હોલ્ડરોની અમુક કેટેગરીના લોકોના સ્પાઉઝ (જીવનસાથી)ને જાેબ કરવા માટે ઓથોરાઈઝેશન કાર્ડ ઈશ્યૂ કરાયા હતા. તેની સામે સેવ જાેબ્સ યુએસએ નામના જૂથે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ જૂથ અમેરિકામાં વિદેશીઓને નોકરી મળે તેનો વિરોધ કરે છે. એક યુએસ ડિસ્ટ્રીક્ટ જજે આ વિરોધને ફગાવી દીધો અને કહ્યું કે એચ-૧બી વિઝાધારકના સ્પાઉઝને અમેરિકામાં કામ કરવાનો અધિકાર છે. વિદેશી ટેલેન્ટેડ લોકોની મદદથી ચાલતી કંપનીઓ એમેઝોન, એપલ, ગૂગલ અને માઈક્રોસોફ્ટે પણ આ કેસનો વિરોધ કર્યો હતો.

આ કંપનીઓના લાખો એચ-૧બી વિઝાધારકો અમેરિકામાં કામ કરે છે. અમેરિકામાં જાણીતા કોમ્યુનિટી લીડર અને ઇમિગ્રન્ટ્‌સના અધિકારો માટે લડત ચલાવતા અજય ભુટોરિયાએ આ ચુકાદાને આવકાર્યો છે. તેમણે કહ્યું કે એચ-૧બી વિઝાધારકના સ્પાઉઝ એટલે કે પતિ અથવા પત્નીને અમેરિકામાં કામ કરવા દેવામાં આવે તે આર્થિક રીતે યોગ્ય છે.

એટલું જ નહીં, પરિવારની યુનિટી અને સ્થિરતા માટે પણ તે જરૂરી છે. અમે કોર્ટના ર્નિણયને આવકારીએ છીએ. અમને આશા છે કે અમેરિકામાં સમાનતા આધારિત ઈમિગ્રેશન સિસ્ટમની દિશામાં આ પ્રથમ પગલું છે. અમેરિકનોની જાેબ માટે લડત ચલાવતા સંગઠન સેવ જાેબ્સ યુએસએને આ ચુકાદાથી સંતોષ નથી.

તે આ ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરવાના છે. એચ-૧બી વિઝાધારકોના સ્પાઉઝને પણ યુએસમાં કામ કરવાની છુટ મળવી જાેઈએ તે વાત એક રાજકીય મુદ્દો બની ગઈ છે. તેના હિમાયતી લોકોનું કહેવું છે કે અમેરિકામાં બે છેડા ભેગા કરવા મથતા લોકોને ઘણી મોટી રાહત મળશે. પતિ અને પત્ની બંને જાેબ કરી શકતા હશે તો પરિવારની આર્થિક સ્થિતિ સુધરશે અને પરિવાર એક સાથે રહી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.