એક માન્યતા મુજબ દેવી ગંગાને ભક્ત ભગીરથ દ્વારા રાજા સાગરના 60,000 પુત્રોની ફસાયેલી આત્માઓને મુક્ત કરવા પૃથ્વી પર લાવવામાં આવી હતી
નવા શો પાપનાશિની ગંગા એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે જે ગંગાના જીવનનું નિરૂપણ કરે છે તેની જાહેરાત માટે 3 દિવસમાં 3 શહેરોની મુલાકાતનો પ્રારંભ – અગ્રણી અભિનેત્રી અક્રિતી શર્માએ આરતી કરી અને અમદાવાદમાં ભગવાન શિવના આશિર્વાદ લીધા
અમદાવાદ, હર હર ગંગે! દેવી ગંગાને તેમના ભક્ત ભગીરથ દ્વારા રાજા સાગરના 60,000 પુત્રોની ફસાયેલી આત્માઓને મુક્ત કરવા પૃથ્વી પર લાવવામાં આવી હતી એવું માનવામાં આવે છે. તેની શક્તિઓ એટલી દૈવી હતી કે ભગવાન શિવને પોતે પૃથ્વી પર ઉતરવા મદદ કરવા ઉતરવું પડ્યું. દેવીઓની ખૂબ પ્રેમાળ અને દેખભાળ કરનારી સ્ત્રી હોવાના કારણે, તે પૃથ્વી પર ઉતરી ત્યારથી જ તેમના પવિત્ર જળથી માનવજાતને પવિત્ર કરી રહી છે. SPREADING DIVINITY ACROSS INDIA, PAAPNAASHINI GANGA MAKES HER PRESENCE FELT IN AHMEDABAD
આ સદગુણી દૈવીની યાદમાં, IN10 મીડિયા નેટવર્કની નવી હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ ઇશારા તમને એક મોહક પૌરાણિક કથા બતાવે છે, જેમાં પાપનાશિની ગંગાની મુખ્ય ભૂમિકામાં બાળ અભિનેતા અક્રિતી શર્મા છે. આ શોમાં દેવી ગંગાની કથા છે, જે ફક્ત તેની દૈવી શક્તિ વિશે જ નથી, પરંતુ માનવતાના હેતુ માટે સમર્પણ અને બલિદાનોથી ભરેલું જીવન પ્રદર્શિત કરે છે.
અક્રિતી શર્મા કે જેણે તેના અગાઉના અભિનયથી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા હતા, તે આ શોને પ્રોત્સાહન આપવા અને પ્રેમ અને દયા ફેલાવવા માટે તે ભારતના 3 જુદા જુદા શહેરોની યાત્રા કરી રહી છે, જેનું પ્રથમ શહેર છે અમદાવાદ. તે અમદાવાદના પ્રખ્યાત શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરતી અને પ્રાર્થના કરતી જોવા મળી હતી.
તે ભગવાન શિવનો આશીર્વાદ લઈ વાતચીત કરતા પણ જોવા મળી હતી. તેણીએ માનવતાના સદગુણો પર એક અત્યંત અસરકારક એકપાત્રીય નાટક કર્યુ હતું, જેમાં પ્રેક્ષકોના રુંવાડા ઊભા કરી દીધા હતા અને જ્યારે માનવતા નિષ્ફળ થઈ રહી હોય ત્યારે વિચારવાનું ભાથુ પૂરું પાડ્યુ હતુ.
અક્રિતી શર્માએ ગંગાના પાત્ર ભજવવાના અનુભવને શેર કરતા જણાવ્યું હતુ કે, “પાપનાશિની ગંગા એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે જે ગંગાના જીવનનું નિરૂપણ કરે છે, જેમણે હંમેશાં બીજા માટે બલિદાન આપ્યું છે. મને પાત્ર ભજવવાની મજા આવી હતી એટલું જ નહી પણ મેં લોકો વિશે, માન્યતાઓ વિશે અને કેટલી લાગણીઓ દર્શાવવી તે વિશે હું ઘણું શીખી હતી. ઇશારાએ મને એક અદભૂત તક આપી છે અને મને આશા છે કે દર્શકોને તે જોવાનો આનંદ આવશે.”
1લી માર્ચ 2021થી શરૂ થતી ઇશારા 24X7 હિન્દી મનોરંજન ચેનલ બનશે, જે ભારતમાં તબક્કાવાર મોટા ડીપીઓ (ડીટીએચ અને કેબલ નેટવર્ક્સ) પર ઉપલ્બધ બનશે ઇશારાના જાની અને હમકદમ અને અગ્નિવાયુ એમ બે શોની જાહેરાતે પહેલેથી જ ચર્ચાને જન્મ આપ્યો છે. અને પાપનાશિની સાથે દર્શકો સાથે તેમને જોઇતી સામગ્રી પીરસશે.