એવું તે શું થયું કે, એક મહિલા જાસૂસ રાજેશ (કામના પાઠક)ના શરીરમાં આવે છે

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટન વિશે બિમલેશ કહે છે, “રાજેશ (કામના પાઠક) અને બિમલેશ (સપના સિકરવાર) નોકરી કરવાનું નક્કી કરે છે. તેમના પિતા ગબ્બર તેમને રશિયન રાજદૂતાવાસ ખૂલી રહ્યું હોવાની માહિતી આપે છે અને અને એક પ્રોફેસરનો સંદર્ભ આપે છે, જે તેમને રશિયન શીખવશે.
હપ્પુ (યોગેશ ત્રિપાઠી) નોકરી કરવાના તેમના વિચારનો વિરોધ કરે છે. આથી તેઓ તે આસપાસ હોય ત્યારે શાંત રહે છે. દરમિયાન એક મહિલા જાસૂસ તેમના શરીરમાં આવે છે અને એક પુરુષને ગોળી મારે છે. પોલીસ મહિલાની શોધ ચલાવે છે, જે રાજેશ જેવી જ દેખાતી હોય છે.
કમિશનર (કિશોર ભાનુશાલી) હપ્પુને તેનું ચિત્ર બતાવે છે ત્યારે તેની આંખો આ વાત માનવા તૈયાર થતી નથી અને તે સ્તબ્ધ રહી જાય છે. આ પછી હપ્પુ અને બેની (વિશ્વનાથ ચેટરજી) રાજેશ અને બિમલેશને તેમના રશિયન પ્રોફેસર સાથે જુએ છે અને એવું માને છે કે રશિયન જાસૂસો છે. કમિશનર તે પછી હપ્પુને રાષ્ટ પ્રત્યે ફરજ સૌથી ઉપર આવે છે એવું કહીને તેની પત્નીની ધરપકડ કરવા માટે આદેશ આપે છે. શું રાજેશ આ મૂંઝવણને લીધે જેલમાં જશે?”.