Western Times News

Gujarati News

SRF ફાઉન્ડેશન દ્વારા વાગરાના સુવા ગામ ખાતે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ

(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકાના સુવા ગામ ખાતે એસઆરએફ ફોઉન્ડેશન દ્વારા બનાવેલ કોમ્યુનિટી હોલના લોકાર્પણ પ્રસંગે એસઆરએફ લિમિટેડ માંથી સંજય પાટીદાર (એચઆર હેડ),ભાવેશભાઈ ગોહિલ,પંકજભાઈ પરમાર તેમજ ગામના સરપંચ મંજુલાબેન, ઉપસરપંચ રાજેશભાઈ,અતિથિ વિષેશ તરીકે સિંગનાથ સદાવત આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ ભગવાનભાઈ અને મંદિરના મહંત શ્રી વ્રજ વિહારીદાસ બાપુ, પૂર્વ સરપંચ બાધરભાઈ તેમજ ગામના અગ્રણીઓ અને કોન્ટ્રાકટર કૌશિકભાઈની હાજરીમાં કરવામાં આવ્યુ હતું.

એસઆરએફ લિમિટેડ માંથી સંજય પાટીદાર, સરપંચ,ઉપસરપંચ તેમજ મંદિરના મહંતના વરદ હસ્તે ઉદ્દઘાટન અને મહંતશ્રી દ્વારા શ્લોકનું પઠન કરીને હોલમાં પ્રવેશ લીધો હતો.ત્યાર બાદ ગામનાં સરપંચ, ઉપસરપંચ,ટ્રસ્ટી.તેમજ મંદિરના મહંતોનું પુષ્પગુચ્છ આપી સાલ દ્વારા તમામનું સન્માન કરવામાં આવ્યુ હતું.સુવા ગામના ઉપસરપંચ રાજેશભાઈ દ્વારા તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે

એસઆરએફ લિમિટેડ અને ફાઉન્ડેશન દ્વારા ગામમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક,સ્વાસ્થ્ય,તહેવારોમાં તેમજ કુદરતી હોનારતોમાં હર હંમેશ સુવા ગામને અને આસપાસના ગામોને પણ મદદ પુરી પાડે છે.ગામના વિકાસ અને જરૂરી તમામ કાર્યોમાં હર હંમેશા આગળ આવે છે અને કરતા રહેશે એમ જણાવી સુવા ગામ પંચાયત પરિવાર વતી આભાર વ્યક્ત કરીયો હતો.

એસઆરએફ લિમિટેડ માંથી સંજય પાટીદાર દ્વારા પોતાના મંતવ્યમાં જણાવ્યુ હતું સુવા ગ્રામ પંચાયત પરિવારનો આવોજ સહકાર એસઆરએફ ફાઉન્ડેશન અને કંપનીને મળતો રહે અને એકબીજાના સહકારથી કાર્યો પૂર્ણ થાઈ એવી આશા વ્યક્ત કરી હતી અને આ પ્રસંગે કોમ્યુનિટી હોલનું સતત બે વર્ષ સુધી કાળજી અમે લઈશુ એની પણ ખાતરી આપી હતી.

ખાસ કરીને મંદિરના મહંતશ્રી વ્રજ વિહારીદાસ બાપુએ ભાર પુર્વક જણાવ્યુ હતું કે આ કોમ્યુનિટી હોલ ગામને તો કામ લાગશેજ પણ દર વર્ષે નર્મદા પરિક્રમાવાસીઓ ખુબ મોટી સંખ્યામાં આવતા હોઈ છે જેથી આ એક ખુબ સરસ વિશ્રામગૃહ તરીકે ઉપયોગ કરશે એમ જણાવી વિશેષ આશિર્વદ આપ્યા હતા.

કાર્યકર્મની આભારવિધિ એસઆરએફના ભાવેશભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યુ હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે એસઆરએફ ફોઉન્ડેશનના પ્રોગ્રામ ઓફિસર જીગ્નેશ ક્રિસ્ટ્રી અને સ્ટાફના જાકીર હુસેન જાસા,યોગેશ વસાવા તેમજ જીતેશ ગામીત દ્વારા ભારે જેહમત ઉઠાવી અને સફળ બનાવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.